બજેટ 2025 : 36 જીવનરક્ષક દવાઓ પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ, કેન્સરની સારવાર માટેની દવા સસ્તી થશે
(આઝાદ સંદેશ) રાજકોટ : નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત આઠમું બજેટ રજૂ કર્યું. આ બજેટમાં આરોગ્ય ક્ષેત્ર માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. કેન્સર અને દુર્લભ રોગોથી પીડિત લોકોને રાહત આપતા, સરકારે ઘણી દવાઓ પરની કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે દૂર કરી દીધી છે. આ નિર્ણયથી હવે ગંભીર રોગોની સારવાર માટે દવાઓ પર થતો મોટો ખર્ચ ઓછો થશે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણએ 36 જીવનરક્ષક દવાઓ પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપી છે, જેનાથી કેન્સર અને દુર્લભ રોગોથી પીડાતા દર્દીઓને રાહત મળી છે. આ ઉપરાંત, 6 અન્ય જીવનરક્ષક દવાઓ પર રાહત દરે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. બજેટ રજૂ કરતી વખતે, નાણામંત્રીએ કહ્યું, “દર્દીઓને, ખાસ કરીને કેન્સર અને દુર્લભ રોગોથી પીડાતા દર્દીઓને રાહત આપવા માટે, હું 36 જીવનરક્ષક દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવાનો પ્રસ્તાવ મૂકું છું.