Date 07-11-2024: સલમાન ખાન બાદ હવે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ધમકીભર્યો ફોન ફૈઝાન નામના વ્યક્તિએ કર્યો હતો, જે રાયપુરનો રહેવાસી હોવાનું કહેવાય છે. હાલ મુંબઈ પોલીસ ફૈઝાનની શોધમાં રાયપુર જવા રવાના થઈ છે.
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પોલીસે ગુનો નોંધી મામલાની તપાસ હાથ ધરી છે. એક તરફ સલમાન ખાનને સતત લોરેન્સ બિશ્નોઇ દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે તો બીજી તરફ હવે શાહરૂખ ખાનને પણ ધમકીઓ મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફૈઝાન નામના વ્યક્તિએ ધમકીભર્યો ફોન કર્યો હતો, જે રાયપુરનો રહેવાસી હોવાનું કહેવાય છે.
Read: ડોનાલ્ડ ટ્રમ્પની ‘બુલડોઝર’ની જીત બાદ બજાર ચમક્યું, સેન્સેક્સમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો
શાહરૂખ ખાનને ધમકીભર્યો ફોન કરનાર ફૈઝાન નામનો વ્યક્તિ જ્યારે તેનો ફોન ટ્રેસ થયો ત્યારે તે રાયપુરનો હોવાનું બહાર આવ્યું હતું. હવે પોલીસની ટીમ રાયપુર જવા રવાના થઈ ગઈ છે. જોકે, આ પહેલી વાર નથી. 2023માં ‘પઠાન’ અને ‘જવાન’ની સફળતા બાદ પણ તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જે બાદ સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
શાહરૂખ ખાનને મળી ધમકી
સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઇના નામે સતત ધમકીઓ મળી રહી છે. આ દરમિયાન ફૈઝાન નામના વ્યક્તિએ શાહરુખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આમ તો પોલીસ તેની શોધમાં રાયપુર જવા રવાના થઇ ગઇ છે. જાણકારી મુજબ ધમકીભર્યો ફોન બાંદ્રા પોલીસ સ્ટેશનમાં જ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન 50 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી.
50 લાખ રૂપિયા આપવાની ના પાડી તો તેણે શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ કેસમાં ૫ નવેમ્બરના રોજ એફઆઈઆર નોંધાઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ધમકી આપનાર વ્યક્તિએ ફોન પર કહ્યું હતું કે, હું શાહરૂખ ખાનને બેન્ડ સ્ટેન્ડથી મારી નાખીશ. આ દરમિયાન જ્યારે તેને તેનું નામ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, તે મારા માટે આ બધુ મહત્વ નથી રાખતો. ખરેખર શાહરુખ ખાનનું ઘર ‘મન્નત’ મુંબઈના બાંદ્રા બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં છે.