બુધવાર, નવેમ્બર 6, 2024

ઈ-પેપર

બુધવાર, નવેમ્બર 6, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીય યુનુસ સરકારે આ ટાપુને લઈને લીધો મોટો નિર્ણય, જેના કારણે થયો હતો...

 યુનુસ સરકારે આ ટાપુને લઈને લીધો મોટો નિર્ણય, જેના કારણે થયો હતો બળવો

સેન્ટ માર્ટિન આઇલેન્ડને લઇને બાંગ્લાદેશની વચગાળાની સરકારે લીધો મોટો નિર્ણય, સ્થાનિક લોકો અને ટૂર ઓપરેટર્સ સરકારના આ નિર્ણયથી ખૂબ જ નારાજ છે. આ ટાપુ પર લગભગ 10,000 લોકો રહે છે, જે મુખ્યત્વે પર્યટન પર નિર્ભર છે, પરંતુ મોહમ્મદ યુનુસ સરકારના એક નિર્ણયથી હજારો લોકોની રોજગારી પર જોખમ ઉભું થયું છે.

ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ રાજકીય ઉથલપાથલના સમયમાંથી પસાર થઈ રહ્યો છે, બળવા છતાં દેશ સતત બંધારણીય કટોકટીનો સામનો કરી રહ્યો છે. આ દરમિયાન મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર સતત કેટલાક એવા નિર્ણયો લઈ રહી છે, જેના કારણે તેમના ઈરાદાઓ સામે પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યા છે.

મોહમ્મદ યુનુસ નોબેલ પારિતોષિક વિજેતા અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી છે, પરંતુ તેમની સરકારના નિર્ણયો કોઈ ચોક્કસ હેતુ અથવા કાર્યસૂચિથી પ્રભાવિત હોય તેવું લાગે છે. હાલમાં જ યૂનુસ સરકારે સેંટ માર્ટિન આઈલેન્ડને લઈને પણ મોટો નિર્ણય લીધો છે, જેનો ત્યાંના સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે.

સેન્ટ માર્ટિન ટાપુને કારણે બળવો થયો?

વાસ્તવમાં સેન્ટ માર્ટિન એક એવો ટાપુ છે જેનું ક્ષેત્રફળ માત્ર 3 ચોરસ કિલોમીટર છે, જે બંગાળની ખાડીના ઉત્તર-પૂર્વ ભાગમાં સ્થિત છે. આ ટાપુ જૈવ-વિવિધતા, મત્સ્યઉદ્યોગ અને પર્યટન સહિત ઘણી બાબતો માટે મહત્વપૂર્ણ છે, પરંતુ વ્યૂહાત્મક રીતે તે વધુ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવતું હતું કે સેન્ટ માર્ટિન ટાપુના કારણે શેખ હસીના સરકારને ઉથલાવી દેવામાં આવી હતી. એવો દાવો કરવામાં આવે છે કે અમેરિકા આ ટાપુ પર પોતાનું લશ્કરી મથક ઊભું કરવા માગે છે, અને શેખ હસીના આ વાત સાથે સંમત નહોતી.

આ પણ વાંચો: ઈશા અને આકાશે રિલાયન્સની તસવીર આ રીતે બદલી, યુવા પેઢીના હાથમાં રહેલા કમાન્ડથી કેટલો…

યુનુસ સરકારે પર્યટન પર પ્રતિબંધ મૂક્યો

સાથે જ યુનુસ સરકારે આ ટાપુ પર 4 મહિના માટે પર્યટન પર પ્રતિબંધ લગાવી દીધો છે, જે નવેમ્બરથી શરૂ થશે. મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના પ્રેસ સચિવ અપૂર્વ જહાંગીરે 22 ઓક્ટોબરના રોજ સરકારના આ નિર્ણય વિશે માહિતી આપી હતી કે વચગાળાની સરકારની સલાહકાર પરિષદે 4 મહિના માટે સેન્ટ માર્ટિન આઇલેન્ડ પર પર્યટન પર કેટલાક પ્રતિબંધો લાદવાનો નિર્ણય લીધો છે. વચગાળાની સરકારના જણાવ્યા અનુસાર આ ટાપુને બચાવવા અને પરવાળાના ખડકોને પર્યાવરણીય પ્રદૂષણથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારના નિર્ણય મુજબ પ્રવાસીઓ નવેમ્બરમાં આ વિસ્તારની મુલાકાત લઈ શકે છે પરંતુ તેમને રાતભર રોકાવાની મંજૂરી આપવામાં આવશે નહીં, જ્યારે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આવતા પ્રવાસીઓને રાત્રે રોકાવાની મંજૂરી આપવામાં આવશે પરંતુ તેમની સંખ્યા દરરોજ 2 હજારથી વધુ નહીં હોય. પ્રેસ સચિવ અપૂર્વા જહાંગીરના જણાવ્યા અનુસાર, સફાઈ માટે ફેબ્રુઆરીમાં આ દ્વીપને પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે.

ટૂર ઓપરેટરોએ આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો

સરકારના આ નિર્ણયનો વિરોધ કરતા ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ બાંગ્લાદેશ (ટીઓએબી)ના પ્રમુખ મોહમ્મદ રફ્યુઝમાનનું કહેવું છે કે જો પર્યટન મર્યાદિત અથવા બંધ રહેશે તો આ ટાપુ પર રહેતા લગભગ 10,000 લોકોની નોકરી જશે. તેમણે સરકારને આ નિર્ણય પાછો ખેંચવાની માગણી કરતાં કહ્યું હતું કે તેનાથી ઉદ્યોગસાહસિકોના નાણાકીય રોકાણ સામે પણ જોખમ ઊભું થશે.

સામાન્ય રીતે આ ટાપુ પર પર્યટન માટે ઓક્ટોબરથી માર્ચને પીક ટાઇમ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં સરકારના આ નિર્ણયથી સેન્ટ માર્ટિન આઇલેન્ડ પર પર્યટનને માઠી અસર થઇ શકે છે.

સરકાર અન્ય વિકલ્પો પર વિચાર કરે તેવી માંગ

ટૂર ઓપરેટર શિબાલુલ આઝમ કુરેશીનું કહેવું છે કે પર્યાવરણની સુરક્ષા માટે આ ટાપુ પર સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવો જોઇએ, તેમજ ટાપુ પર જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો જોઇએ અને પર્યાવરણને અનુકૂળ સોલાર પ્લાન્ટ સ્થાપવાની જરૂર છે. કુરૈશીએ જણાવ્યું હતું કે ઇંટો, રેતી, સિમેન્ટ અને સળિયાઓનો ઉપયોગ કરીને કાયમી બાંધકામોનું નિર્માણ મર્યાદિત હોવું જોઈએ, પરંતુ પર્યટન પર કોઈ પ્રતિબંધ લાદવાનું યોગ્ય રહેશે નહીં. જોકે તેમણે આ ટાપુ પર પ્રવાસ માટે વૈકલ્પિક પ્રવાસ માર્ગો વિકસાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર