શનિવાર, જૂન 7, 2025

ઈ-પેપર

શનિવાર, જૂન 7, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતપાનોલી GIDC ખાતે સ્ટારલાઈટ કંપનીમાં લાગી ભીષણ આગ, જાનહાની ટળી

પાનોલી GIDC ખાતે સ્ટારલાઈટ કંપનીમાં લાગી ભીષણ આગ, જાનહાની ટળી

ભરૂચ, 7 જૂન, 2025:
અંકલેશ્વરના પાનોલી GIDC વિસ્તારમાં આવેલી સ્ટારલાઈટ કંપનીમાં ગઈકાલે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે પ્લાન્ટના મોટા ભાગના હિસ્સામાં તે ઝડપથી ફેલાઈ ગઈ. સદનસીબે ઘટના સમયે પ્લાન્ટમાં કોઈની હાજરી ન હોવાથી કોઈ જાનહાની થઈ નથી.

પ્રથમ દ્રષ્ટિએ મળતી માહિતી મુજબ, આગ શરૂ થતાની સાથે જ કંપનીના વિવિધ વિભાગોમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો.

આગની માહિતી મળતાની સાથે જ પાંચ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. સાથે જ મામલતદાર, પોલીસ તથા સેફટી અને હેલ્થ વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું.

આગના કારણે કંપનીને ભારે આર્થિક નુકસાન થવાના અણધાર્યા અનુમાન છે. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ ટેકનિકલ ખામી કે કેમિકલ રિએક્શન શક્ય હોવાની શક્યતા સામે આવી રહી છે. વધુ તપાસ ચાલુ છે.

આ ઘટના ફરી એકવાર ઉદ્યોગિક ક્ષેત્રમાં આગલગાટની ઘટનાઓ સામે સલામતીના મापદંડો વિશે પ્રશ્ન ઉઠાવે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર