ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસશેર બજારભારતીય શેરબજારમાં રોનક પરત ફરી, સેન્સેક્સ અને નિફટીમાં મજબૂત કારોબાર

ભારતીય શેરબજારમાં રોનક પરત ફરી, સેન્સેક્સ અને નિફટીમાં મજબૂત કારોબાર

નવી દિલ્હી : ભારતીય શેરબજારમાં વીકલી એક્સપાયરીનાં દિવસે રોનક પરત ફરી છે અને શેરબજાર જોરદાર એક્શન બતાવવા તૈયાર છે. નબળા વૈશ્વિક સંકેતો છતાં મુખ્ય સૂચકાંક લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. US FED મિનિટોના કારણે વિશ્વભરના શેરબજારોમાં વેચાણ થયું હતું ઓપન ભારતમાં સ્થિતિ અલગ છે. ક્રૂડ અને બોન્ડ યીલ્ડમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ પહેલા બુધવારે સેન્સેક્સ 535 પોઈન્ટ વધીને 71,356 પર બંધ થયો હતો.

Stock Market  (4 January 2023 -9.33 AM )

  • SENSEX  : 71,680.16  +323.55 (0.45%)
  • NIFTY      : 21,603.75  +86.40 (0.40%)

અદાણી ગ્રુપના તમામ શેરમા તેજી

અદાણી ગ્રુપને સુપ્રીમ તરફથી હિંડનબર્ગ રિપોર્ટ મામલે રાહત મળ્યા બાદ ગ્રુપના શેરમાં સારી ખરીદી જોવા મળી રહી છે. અદાણી પોર્ટને લઈને પણ અગત્યના સમાચાર આવ્યા છે તો તેલંગાણામાં પણ અદાણી ગ્રુપ દેતા સેન્ટર અને એરોસ્પેસ પાર્ક બનાવી રહ્યું છે. હકારાત્મ અહેવાલોની અસર શેર પર દેખાઈ છે.

LIC ને ફરી એકવાર GST ડિમાન્ડ નોટિસ મળી

દેશની સૌથી મોટી જીવન વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) એ માહિતી આપી છે કે તેને ફરી એકવાર GST ડિમાન્ડ નોટિસ મળી છે. કંપનીએ કહ્યું કે તેને તમિલનાડુ, ઉત્તરાખંડ અને ગુજરાતમાંથી રૂ. 667.5 કરોડની GST ડિમાન્ડ નોટિસ મળી છે. આ પહેલા 1 જાન્યુઆરીએ પણ વીમા કંપનીએ 806 કરોડ રૂપિયાના GST પેમેન્ટની નોટિસની જાણકારી આપી હતી. LIC કહે છે કે તે ચેન્નાઈ, દેહરાદૂન અને અમદાવાદ સમક્ષ અપીલ દાખલ કરશે. બુધવારે કંપનીનો શેર NSE પર 0.060 ટકાના વધારા સાથે રૂ. 838.20 પર બંધ થયો હતો. ગુરુવારે પણ શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે.

ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની હલચલથી વાંચકોને વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન હોય છે. રોકાણમાં નુકસાનનો સામનો પણ રોકાણકારોએ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ. આઝાદ સંદેશ ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર