ડીસાના પમરું ગામે શાળાને વાલીઓએ તાળાબંધી કરી છે. છેલ્લા 6 મહિનાથી આચાર્યની નિમણૂંક ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષણ વિભાગને રજૂઆત છતાં ઉકેલ ન આવતા શાળાને તાળાબંધી કરવામાં આવી. વાલીઓએ તાળાબંધી કરતા શિક્ષકો પણ ગેટની બહાર રહ્યાં. આચાર્ય કાયમી ન આવે ત્યાં સુધી શાળાને તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી.


