જામનગર: અને ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો. યુવકના આપઘાતનું કારણ સામે આવ્યું નથી. પોલીસ દ્વારા આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરાઇ છે.
આણંદપુર પાસે ઓઝત નદી પરનો પુલ જોખમી
જૂનાગઢના આણંદપુર પાસે આવેલા ઓઝત નદી પરના પુલની સ્થિતિ ચિંતા વધારી રહી છે. ઘણા સમયથી આ પુલની હાલત બિસ્માર છે અને સમગ્ર પુલ ખાડાઓથી ભરેલો હોવાથી વિકાસના દાવાઓ પોકળ સાબિત થાય છે. સ્થાનિકો માટે પુલ પરથી પસાર થવું અત્યંત જોખમભર્યું બની ગયું છે. રસ્તાની ખરાબ હાલત અને ઊંડા ખાડાઓને કારણે કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. આ મુદ્દા પર લોકો વારંવાર તંત્રને રજૂઆત કરી ચુક્યા છે, છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. પુલના જર્જરિત સંચાલન અંગે લોકોએ કોન્ટ્રાક્ટર અને સંબંધિત તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક ધોરણે પુલનું સમારકામ કરવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી રહી છે. સ્થાનિક લોકો કહે છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો તેઓ આંદોલનની ચીમકી પણ આપી શકે


