Bengal 0disha 24-10-2024 ચક્રવાતી તોફાન ‘દાના’ના કારણે ઓડિશા અને બંગાળમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. આ કારણે બંને રાજ્યોમાં હાઈ એલર્ટ છે. 500થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. બંગાળ અને ઓડિશામાં 16 કલાક માટે ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બંને રાજ્યોમાં ડેંડર ઝોનમાંથી લાખો લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. એનડીઆરએફની અનેક ટીમો તૈનાત કરવામાં આવી છે.
ચક્રવાતી તોફાન ‘દાના’ને લઈને ઓડિશા અને બંગાળમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ (આઇએમડી)એ રવિવારે જણાવ્યું હતું કે, ‘દાના’ આજે ઓડિશામાં લેન્ડફોલ કરે તેવી શક્યતા છે અને આવતીકાલે તે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. આ દરમિયાન 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન દોડી શકે છે. વાવાઝોડાના કહેરને કારણે લોકોમાં જબરદસ્ત ભય જોવા મળી રહ્યો છે. ચક્રવાત ‘દાના’ના કારણે ઓડિશા અને બંગાળના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.
આ વાવાઝોડાને કારણે 500થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. ફ્લાઇટ્સ પર 16 કલાકનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એનડીઆરએફની 50થી વધુ ટીમો તૈનાત કરવામાં આવી છે. ચક્રવાતી તોફાન ‘દાના’ના ખતરાને પહોંચી વળવા માટે ઓડિશાના અનેક તટીય જિલ્લાઓમાંથી લગભગ 10 લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. સાવચેતીના પગલા તરીકે, 1.14 લાખથી વધુ લોકોને પશ્ચિમ બંગાળના આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે.
Read: અદાણીએ બિરલા સાથેની લડાઈ જીતી, હવે 8100 કરોડમાં ખરીદશે આ કંપની
- ભુવનેશ્વરઃ ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ શનિવારે ચક્રવાત ‘દાના’ને પગલે સુરક્ષા સજ્જતાની સમીક્ષા કરી હતી. બુધવારે સાંજે ડેન્જર ઝોનમાં રહેતા 30 ટકા લોકો (3-4 લાખ)ને બહાર કાઢવામાં આવ્યા હતા.
- હવામાન વિભાગે કહ્યું છે કે જ્યારે આ વાવાઝોડું ઓડિશામાં ટકરાશે ત્યારે તેની સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાકની હશે. પૂર્વી અને દક્ષિણ પૂર્વીય રેલવેએ 24 અને 25 ઓક્ટોબરના રોજ મોટા પાયે ટ્રેનો રદ કરી દીધી છે.
- ઓડિશાના મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝીએ તમામ ધારાસભ્યોને તેમના મત વિસ્તારોમાં રહેવાની વિનંતી કરી છે. ડોકટરોની રજાઓ રદ કરવામાં આવી છે અને તેમને તેમના સંબંધિત આરોગ્ય કેન્દ્રોમાં પાછા બોલાવવામાં આવ્યા છે.
- બીજુ પટનાયક આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ફ્લાઇટ કામગીરી ગુરુવાર સાંજથી ૧૬ કલાક માટે સ્થગિત કરવામાં આવશે. ૨૪ ઓક્ટોબરે સાંજે ૫ વાગ્યાથી ૨૫ ઓક્ટોબરે સવારે ૯ વાગ્યા સુધી એરપોર્ટ પર કામગીરી સ્થગિત રહેશે.
- સાથે જ કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ આજે સાંજે 5 વાગ્યાથી આવતીકાલે એટલે કે 25 ઓક્ટોબર સુધી સવારે 9 વાગ્યા સુધી ફ્લાઈટ ઓપરેશન બંધ રહેશે. ઓડિશા અને બંગાળના ઘણા જિલ્લાઓમાં 25-26 ઓક્ટોબરથી શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે.
- ચક્રવાતી તોફાન ‘દાના’ને પગલે 552 ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વ રેલવેએ 150, ઈસ્ટ કોસ્ટ રેલવેએ 198, પૂર્વ રેલવેએ 190 અને સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવેની 14 ટ્રેન રદ કરી દીધી છે.
- નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)એ ચક્રવાત ‘દાના’ને પગલે ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં 56 ટીમો તૈનાત કરી છે, જે લેન્ડફોલ થવાની સંભાવના છે. ચક્રવાત ૨૪ થી ૨૫ ઓક્ટોબરની વચ્ચે ઓડિશાના દરિયાકાંઠે ટકરાવાની સંભાવના છે. આ ટીમો પાસે થાંભલા અને વૃક્ષ કાપવાના સાધનો છે.