મંગળવાર, ડિસેમ્બર 10, 2024

ઈ-પેપર

મંગળવાર, ડિસેમ્બર 10, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeમનોરંજનઆવતીકાલે કદાચ મારો છેલ્લો દિવસ હશે... આમિર ખાનનું નિવેદન સાંભળીને ફેન્સ ટેન્શનમાં

આવતીકાલે કદાચ મારો છેલ્લો દિવસ હશે… આમિર ખાનનું નિવેદન સાંભળીને ફેન્સ ટેન્શનમાં

આમિર ખાનના લાખો ચાહકો છે. આમિરની આગામી ફિલ્મની ચાહકો દિલથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ સાથે સુપરસ્ટારનું કમબેક પણ થઈ રહ્યું છે. પરંતુ આ દરમિયાન આમિરે એક એવું નિવેદન આપ્યું છે જેણે બધાને વિચારમાં નાખી દીધા છે.

સુપરસ્ટાર આમિર ખાન તેની છેલ્લી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ થી ફિલ્મી પડદાથી દૂર છે. જો કે આમિર પોતાની આગામી ફિલ્મ પર સતત કામ કરી રહ્યો છે. હવે ફેન્સ તેની વાપસીની રાહ જોઈ રહ્યા છે. કમબેકની સાથે સાથે આમિર ખાન હવે ફિલ્મોના નિર્માણ પર પણ ખૂબ ધ્યાન આપી રહ્યો છે. આમિર સની દેઓલ સાથેની પોતાની ફિલ્મને લઇને પણ ચર્ચામાં છે. પરંતુ આ દરમિયાન આમિર ખાનના એક નિવેદને બધાને ચિંતામાં મૂકી દીધા છે.

Read: ઇઝરાયેલ સામે પેલેસ્ટાઇન તરફી દેખાવો હમાસે નેતન્યાહૂને ઘેરી લેવાની પ્રતિજ્ઞા લીધી

હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન આમિર ખાને જીવન અને ગણિત પર એક મોટું નિવેદન આપ્યું છે. આવતીકાલે કદાચ મારો છેલ્લો દિવસ હશે… આમિર ખાનના આ નિવેદને સૌનું ધ્યાન ખેંચ્યું છે. એટલું જ નહીં એક્ટરે પોતાની ફિલ્મોને લઇને પણ મોટું નિવેદન આપ્યું છે. ઈન્ટરવ્યૂમાં આમિર ખાને કહ્યું હતું કે,’મેં મારી જિંદગીમાં ક્યારેય 6 ફિલ્મો સાથે નથી કરી. જ્યારે મેં સિનેમા છોડવાનો નિર્ણય કર્યો, ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે મારી પાસે કામ કરવા માટે માત્ર 10 વર્ષ જ બાકી છે.

જિંદગી પર વિશ્વાસ નથી કરી શકતોઃ આમિર ખાન

પોતાની વાત પૂરી કરતી વખતે આમિર ખાને વધુમાં કહ્યું હતું કે ‘તમે જીવન પર વિશ્વાસ ન કરી શકો. આવતી કાલે કદાચ મારો છેલ્લો દિવસ હશે… મારી પાસે જીવવા માટે ફક્ત ૧૦ વર્ષ બાકી છે. હું હવે ૫૯ વર્ષનો છું અને આગામી ૧૦ વર્ષમાં હું ૭૦ વર્ષનો થઈ જઈશ … ત્યાં સુધી હું સ્વસ્થ રહીશ અથવા કામ કરવા માટે સક્ષમ થઈશ … તેથી મને લાગે છે કે મારે પહેલા કરતા વધુ સારું કરવું પડશે…”

ફિલ્મોમાંથી સંન્યાસ લેવા માંગતો હતો આમિર ખાન

આમિર ખાને કહ્યું હતું કે હું વૃદ્ધ થઈ રહ્યો છું … તેથી હું મહેનતુ અને પ્રતિભાશાળી બાળકોને તક આપવા માંગુ છું. હું 70 વર્ષની ઉંમરે નિવૃત્ત થાઉં તે પહેલાં, હું પ્રતિભાશાળી લોકો માટે એક પ્લેટફોર્મ બનાવવા માંગું છું જેમાં હું માનું છું. એટલું જ નહીં આમિરનું એમ પણ કહેવું છે કે, જો પુત્ર જુનૈદ અને પુત્રી ઇરા ખાન ન હોત તો તેણે અભિનય છોડી દીધો હોત. આમિરે ‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગ દરમિયાન 2022માં ફિલ્મોમાંથી સંન્યાસ લેવાની યોજના બનાવી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર