વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહીઓને લઈને કરેલી ટિપ્પણી બાદ આગાહીકાર પરેશ ગોસ્વામીએ તીખી પ્રતિક્રિયા આપી છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે અંબાલાલ પટેલ ગુજરાતનું ગૌરવ અને ઘરેણું સમાન વ્યક્તિ છે, તેમના વિશે અપમાનજનક ભાષામાં વાત કરવી યોગ્ય નથી.
પરેશ ગોસ્વામીએ કહ્યું કે અંબાલાલ પટેલ વર્ષોથી હવામાન અંગે અભ્યાસ અને પરંપરાગત જ્ઞાનના આધારે આગાહી કરતા આવ્યા છે અને તેમના જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને મળ્યો છે. તેમણે અંબાલાલ પટેલને પદ્મશ્રી પુરસ્કાર આપવાની પણ માંગ કરી હતી.
આ સાથે પરેશ ગોસ્વામીએ ચેતવણી આપતા જણાવ્યું કે જો ભવિષ્યમાં ફરી અંબાલાલ પટેલનું અપમાન કરવામાં આવશે તો તેઓ મેદાનમાં આવી વિજ્ઞાન જાથાને ખુલ્લો પડકાર આપશે. આ નિવેદન બાદ હવામાન આગાહી અને વિજ્ઞાન જાથા વચ્ચેનો વિવાદ વધુ ગરમાયો છે.
અંબાલાલ પટેલ પર ટિપ્પણી મામલે પરેશ ગોસ્વામીનો જયંત પંડ્યા પર પ્રહાર, આપી ખુલ્લી ચેલેન્જ


