શુક્રવાર, જૂન 12, 2026

ઈ-પેપર

શુક્રવાર, જૂન 12, 2026
Download App
google-play

ઈ-પેપર

HomeગુજરાતAI-171 વિમાન દુર્ઘટનાને એક વર્ષ: 32 સેકન્ડમાં શું થયું હતું? માનવીય ભૂલ,...

AI-171 વિમાન દુર્ઘટનાને એક વર્ષ: 32 સેકન્ડમાં શું થયું હતું? માનવીય ભૂલ, ટેકનિકલ ખામી કે કોઈ રહસ્ય?

અમદાવાદ એરપોર્ટ પરથી 12 જૂન 2025ના રોજ લંડન જવા માટે ઉડાન ભરનાર એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171ને ઉડાન ભર્યાના માત્ર 32 સેકન્ડમાં જ વિનાશક અંત આવ્યો હતો. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241ના મોત થયા હતા, જ્યારે જમીન પર પણ 19 લોકોના જીવ ગયા હતા. એક વર્ષ બાદ પણ આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ શું હતું તે અંગેનો અંતિમ તપાસ અહેવાલ હજુ જાહેર થયો નથી.

પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ટેકઓફ બાદ અચાનક બંને એન્જિનના ફ્યુઅલ કટઓફ સ્વીચ “RUN” પરથી “CUTOFF” સ્થિતિમાં પહોંચી ગયા હતા, જેના કારણે બંને એન્જિનને ઇંધણ મળવાનું બંધ થઈ ગયું અને વિમાનની શક્તિ ખોવાઈ ગઈ. કોકપિટ વોઇસ રેકોર્ડરમાં એક પાયલોટ બીજા પાયલોટને “ફ્યુઅલ કેમ બંધ કર્યું?” એવો સવાલ પૂછતો સંભળાય છે, જ્યારે સામેથી જવાબ મળે છે કે “મેં નથી કર્યું.” આ સંવાદે સમગ્ર તપાસને વધુ રહસ્યમય બનાવી દીધી છે.

દુર્ઘટના પહેલા પાયલોટોએ એન્જિન ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો અને “મેડે” કૉલ પણ આપ્યો હતો, પરંતુ સમય બહુ ઓછો હતો. વિમાન જમીનથી વધુ ઊંચાઈ મેળવી શક્યું નહીં અને અમદાવાદમાં જ રહેણાંક વિસ્તારમાં તૂટી પડ્યું. ત્યારથી લઈને આજે સુધી બે મુખ્ય થિયરી ચર્ચામાં છે — શું કોઈ માનવીય ભૂલ થઈ હતી કે પછી વિમાનમાં કોઈ ગંભીર ટેકનિકલ અથવા ઇલેક્ટ્રિકલ ખામી સર્જાઈ હતી?

તાજેતરમાં કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે દુર્ઘટના પાછળ માનવીય હસ્તક્ષેપ હોઈ શકે છે, પરંતુ ભારતની એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ આવા દાવાઓને અટકળો ગણાવી સ્પષ્ટ કર્યું છે કે તપાસ હજુ ચાલુ છે અને કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવામાં આવ્યું નથી.

દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થતાં હજારો પરિવારો આજે પણ એક જ સવાલનો જવાબ શોધી રહ્યા છે — AI-171ના એ 32 સેકન્ડમાં આખરે એવું શું બન્યું હતું કે એક સામાન્ય ઉડાન ઇતિહાસની સૌથી ભયાનક હવાઈ દુર્ઘટનાઓમાં ફેરવાઈ ગઈ? હવે સૌની નજર અંતિમ તપાસ રિપોર્ટ પર ટકેલી છે, જે આ રહસ્ય પરથી પડદો ઉઠાવી શકે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર