મંગળવાર, જૂન 2, 2026

ઈ-પેપર

મંગળવાર, જૂન 2, 2026
Download App
google-play

ઈ-પેપર

HomeરાજકોટCNGના ભાવમાં વધારાને લઈને સુરતના સચિનમાં રિક્ષાચાલકો હડતાળ પર ઉતર્યાં

CNGના ભાવમાં વધારાને લઈને સુરતના સચિનમાં રિક્ષાચાલકો હડતાળ પર ઉતર્યાં

સુરતના સચિનમાં CNGના ભાવમાં વધારાને કારણે રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા. રિક્ષાઓ રોકીને હટાવવામાં આવતા મુસાફરો અટવાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોનો વિરોધ નોંધાવ્યો. રીક્ષા ભાડામાં  રૂપિયા 5 નો વધારો કરવાની માંગ. સચિન ચાર રસ્તા ખાતે હડતાળ શરૂ કરી હતી. CNG ના ભાવ વધતાં, રિક્ષા ચાલકોનો ગુસ્સો ફાટી નીકળ્યો. સચિનથી ભેસ્તાન અને ઉધના જેવા વ્યસ્ત વિસ્તારો સુધીની પરિવહન સેવાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ.

દાહોદ: ગરબાડા ચોકડી ખાતે સાઈન બોર્ડે 3 લોકોનો લીધો જીવ

દાહોદ જિલ્લાના ગરબાડા ચોકડી ખાતે વાવાઝોડા દરમિયાન એક વિશાળ સાઈન બોર્ડ ફંગોળાતા સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ત્રણ પર પહોંચ્યો છે. ઘટનામાં ગઈકાલે રાત્રે ગંભીર ઈજાઓના કારણે બે લોકોના મોત થયા હતા, જ્યારે આજે સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિએ પણ દમ તોડ્યો હતો. અન્ય એક વ્યક્તિ હજુ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. દુર્ઘટના બાદ મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સાઈન બોર્ડની ગુણવત્તા તેમજ તેની સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઉઠી રહ્યા છે. સાથે જ મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર