સોમવાર, મે 25, 2026

ઈ-પેપર

સોમવાર, મે 25, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ-ગોંડલ હાઈવે પર સક્તિમાન કંપનીની બસનો અકસ્માત, ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો

રાજકોટ-ગોંડલ હાઈવે પર સક્તિમાન કંપનીની બસનો અકસ્માત, ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો

રાજકોટ-ગોંડલ હાઈવે પર તુલીપ પાર્ટી પ્લોટ નજીક બસ અકસ્માત, ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાઈ ઘટના

રાજકોટ-ગોંડલ હાઈવે પર આજે અકસ્માતની ઘટના સામે આવી છે. તુલીપ પાર્ટી પ્લોટ નજીક સક્તિમાન કંપનીની બસના ડ્રાઈવરે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માત સર્જાતા હાઈવે પર થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ બસ ગોંડલ તરફથી રાજકોટ તરફ આવી રહી હતી ત્યારે અચાનક ડ્રાઈવરનું સ્ટેરિંગ પરથી નિયંત્રણ છૂટી જતા બસ રોડ પરથી ઉતરી ગઈ હતી. અકસ્માત બાદ આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બસમાં સવાર લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વધુ તપાસ શરૂ કરી હતી. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે હજુ સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી, જોકે બસને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

હાઈવે પર વધતા અકસ્માતોને લઈને ફરી એકવાર વાહનચાલકોમાં સાવચેતી રાખવાની જરૂરિયાત સામે આવી છે. પોલીસે સમગ્ર મામલે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર