બુધવાર, મે 20, 2026

ઈ-પેપર

બુધવાર, મે 20, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતવૈશ્વિક પરિસ્થિતિને અનુલક્ષી રાજ્ય સરકારનો નવો પરિપત્ર જાહેર

વૈશ્વિક પરિસ્થિતિને અનુલક્ષી રાજ્ય સરકારનો નવો પરિપત્ર જાહેર

વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારએ ખર્ચ ઘટાડવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેના અંતર્ગત સરકારી ખર્ચ અને ઇંધણના વપરાશ પર કાપ મૂકવા પગલાં લેવામાં આવશે. પરિપત્ર મુજબ ઉચ્ચ અધિકારીઓની મંજૂરી વગરની મુસાફરી પર પ્રતિબંધ રહેશે. તેમજ એકથી વધુ ચાર્જ ધરાવતા અધિકારીઓને તેમના વધારાના વાહનો જમા કરાવવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી સરકારી સંસાધનોનો યોગ્ય અને નિયંત્રિત ઉપયોગ થઈ શકે.

રાજકોટ: હાઇ વે પર બાઇકચાલકોનાં બેફામ સ્ટંટ

રાજકોટ–જામનગર હાઇવે પર બાઇકચાલકો દ્વારા કરવામાં આવતા બેફામ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક યુવકો જોખમી રીતે બાઇક પર સ્ટંટ કરતા નજરે પડી રહ્યા છે, જેના કારણે અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા. જાહેર માર્ગ પર આવી બેદરકારીપૂર્ણ હરકતોને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ પોતાના જીવની પણ પરવા કર્યા વગર કરવામાં આવેલા આ સ્ટંટ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

ડાંગના પ્રવાસન સ્થળ સાપુતારાના વાતાવરણમાં પલટો

સાપુતારાના વાતાવરણમાં અચાનક પલટો આવતા પ્રવાસીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. ડુંગરો પર ધુમ્મસની ચાદર પથરાતાં સમગ્ર વિસ્તાર મિની કાશ્મીર જેવો દેખાઈ રહ્યો છે. ભર ઉનાળામાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જેના કારણે પ્રવાસીઓને ગરમીથી મોટી રાહત મળી છે. આહલાદક અને મનમોહક વાતાવરણ સર્જાતા પ્રવાસીઓ કુદરતી સૌંદર્યની મજા માણી રહ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર