મંગળવાર, મે 19, 2026

ઈ-પેપર

મંગળવાર, મે 19, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છગીર સોમનાથઃ ઉનાના જસરાજ નગરમાં શ્વાનોનો આતંક

ગીર સોમનાથઃ ઉનાના જસરાજ નગરમાં શ્વાનોનો આતંક

ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરના જસરાજ નગર વિસ્તારમાં રખડતા શ્વાનોનો આતંક વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. વિસ્તારમાં રમતા એક બાળક પર ત્રણ જેટલા શ્વાનોએ અચાનક હુમલો કરતા બાળકને ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા અને બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા એકાદ બે મહિનામાં ઉનામાં 4થી 5 બાળકો પર શ્વાન હુમલાની ઘટનાઓ બની ચૂકી છે, જેના કારણે સોસાયટીના રહેવાસીઓમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. ખાસ કરીને બાળકોને બહાર રમવા મોકલતા માતા-પિતામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ વહિવટી તંત્રને તાત્કાલિક પગલાં લઈને રખડતા શ્વાનોને પકડી પાડવાની માંગ ઉઠાવી છે.

વન નેશન, વન ઇલેક્શનને લઈને કવાયત તેજ

દેશમાં “વન નેશન, વન ઇલેક્શન” અમલીકરણને લઈને કેન્દ્ર સરકારની કવાયત વધુ તેજ બની રહી છે. આ મુદ્દે ચર્ચા અને સૂચનો મેળવવા માટે સંસદીય સમિતિનું ડેલિગેશન આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે આવી રહ્યું છે. JPCના સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં વિવિધ બેઠકો યોજાશે, જેમાં આજે બપોરે અઢી વાગ્યાથી ચર્ચાનો દોર શરૂ થશે. બેઠક દરમિયાન મુખ્ય સચિવ સહિત 8 ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગુજરાત સરકારનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. ગુજરાત સરકારે પહેલેથી જ “વન નેશન, વન ઇલેક્શન”ને સમર્થન આપ્યું હોવાનું માનવામાં આવે છે. આવતીકાલે ડેલિગેશન રાજ્યના મુખ્યમંત્રી, સાંસદો અને ધારાસભ્યો સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરશે. ઉપરાંત વિવિધ સંસ્થાઓના વડાઓ અને સામાજિક આગેવાનો સાથે પણ મુલાકાત યોજાશે. ગુજરાતમાં “વન નેશન, વન ઇલેક્શન” મુદ્દે યોજાતી આ પ્રથમ સત્તાવાર બેઠકને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર