રાજ્યમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો વીડિયો સામે આવ્યો છે. જેમાં દંપતી ફ્લેટના ધાબા પર બેસી. બિયર સાથે રીલ બનાવતું નજરે પડી રહ્યું છે. વીડિયો વાયરલ થતા જ સરદારનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. પોલીસે કુબેરનગર કૈલાસ શિવાલિયા ફ્લેટમાં તપાસ કરી હતી. જેમાં વીડિયો જૂનો હોવાનો ખુલાસો થયો છે. દંપતીનો દાવો છે કે વીડિયો તેમણે જૂન 2024માં બનાવ્યો હતો અને કોઈએ અંગત અદાવતમાં અજાણી આઈડીથી તેને પોસ્ટ કર્યો છે. પણ રાજ્યમાં દારૂબંધી વચ્ચે સતત સામે આવતી આવી ઘટનાઓ અનેક સવાલો તો ઊઠાવે જ છે.
અમદાવાદઃ AMC દ્વારા બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ
અમદાવાદમાં ગરમી વધતા AMC દ્વારા બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને બરફની ફેક્ટરીઓમાં ઉપયોગમાં લેવાતા પાણીની ગુણવત્તા અંગે ખાસ તપાસ કરવામાં આવી રહી છે. ચેકિંગ દરમિયાન ક્લોરીન લેવલ, સ્વચ્છતા અને દૈનિક હાઇજિન પ્રક્રિયાની પણ વિગતવાર ચકાસણી કરવામાં આવી છે. અધિકારીઓએ તપાસી રહ્યું છે કે ફેક્ટરીઓમાં દરરોજ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે છે કે નહીં તેમજ પાણીની ગુણવત્તા જાળવવામાં જરૂરી નિયમોનું પાલન થાય છે કે કેમ. માહિતી મુજબ, દર મહિને બે વખત પાણીના નમૂના લેવામાં આવે છે, જેમાં એક નમૂનો ખાનગી લેબમાં અને બીજો સેન્ટ્રલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવે છે. કુલ 6 બરફની ફેક્ટરીમાંથી 4 ફેક્ટરીઓમાં હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી રિપોર્ટના આધારે કરવામાં આવશે.


