મંગળવાર, જુલાઇ 21, 2026

ઈ-પેપર

મંગળવાર, જુલાઇ 21, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજ્યના 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર

રાજ્યના 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર

અમદાવાદ શહેરના વટવા વિસ્તાર માં પોલીસ દ્વારા વિશાળ સ્તરે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન કુલ ૭૫ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી, જ્યારે શંકાસ્પદ રીતે ફરી રહેલા ૪૫ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું. ઉપરાંત, વિદેશી દારૂની ૪૩૫ બોટલો સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. નશો કરીને વાહન ચલાવતા ૨ વ્યક્તિઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. ચાર માળિયા સહિતના વિવિધ વિસ્તારોમાં કુલ ૫૫ સ્થળોએ બ્લોક ચેકિંગ ગોઠવીને પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી.

  • નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીનો અનોખો અંદાજભરૂચમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી કંઈક અનોખો અંદાજમાં જોવા મળ્યા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન હર્ષ સંઘવીએ ભરૂચમાં નાસ્તાની રેંકડી પર ભાજપ કાર્યકરો સાથે બેઠક જમાવી હતી.સિક્યુરિટી પ્રોટોકોલ તોડીને હર્ષ સંઘવીએ નાગરિકની જેમ રેંકડી પર નાસ્તો કરતા કાર્યકરો સાથે ચૂંટણી અંગે ચર્ચા કરી હતી.ભાજપના કાર્યકરો અને સ્થાનિક ધારાસભ્ય પણ આ ચર્ચામાં જોડાયા હતા

દ્વારકાઃ SOGની ગેરકાયદે માછીમારી કરતી બોટ સામે કાર્યવાહી

દ્વારકા વિસ્તારમાં ગેરકાયદે માછીમારી સામે SOG દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરીને લાઈન ફિશિંગ કરતી કુલ 55 બોટોને ઝડપી પાડવામાં આવી, જેનાથી સમુદ્રી જીવસૃષ્ટિને ભારે નુકસાન થઈ રહ્યું હતું. ખાનગી બોટની મદદથી દરિયામાં આશરે 8 નોટિકલ માઈલ સુધી તપાસ કરવામાં આવી હતી. વધુ નફો કમાવાની લાલચે માછીમારો ચાર જેટલા ગ્રુપ બનાવીને ગેરકાયદે રીતે માછીમારી કરતા હોવાનું બહાર આવ્યું છે. આ મામલે બોટ માલિકો અને ટંડેલાઓ સામે ફિશરીઝ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.  રાજ્યના 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર ગયો છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં નોંધાઈ. રાજકોટમાંથી 41.7 ડિગ્રી ગરમી નોંધાઈ. અમદાવાદમાં 40.7 ડિગ્રી પર પારો રહ્યો. ભૂજ, કંડલા, વડોદરા, ગાંધીનગરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર