📰 રાજકોટ : અશાંતધારાની પેન્ડિંગ અરજીઓ મુદ્દે રેવેન્યુ બાર એસોસિએશનની રજૂઆત
રાજકોટમાં અશાંતધારાની પેન્ડિંગ અરજીઓ મુદ્દે રેવેન્યુ બાર એસોસિએશને તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. જાન્યુઆરી-2026ના નોટિફિકેશનમાં અનેક સર્વે નંબર રહી ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ 150થી 200 જેટલી અરજીઓ ઓર્ડર વિના પેન્ડિંગ રહેતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અશાંતધારાનો ઓર્ડર ન હોવાથી દસ્તાવેજ નોંધણી અટકી છે, જેના કારણે હોમ લોન તેમજ મિલ્કતના ટ્રાન્ઝેક્શન પર અસર પડી છે. બાકી રહેલા સર્વે નંબરો અંગે તાત્કાલિક સ્પષ્ટતા કરી પેન્ડિંગ અરજીઓ પર વહેલી તકે ઓર્ડર કરવા તેમજ નાગરિકોની સમસ્યા દૂર કરવા સરકારના હસ્તક્ષેપની માંગ ઉઠી છે.
📰 રાજકોટ : હાલાર સહિત 12 જ્યોતિલિંગ સ્થળોએ સમાંતર કોટી રુદ્ર મહાયજ્ઞ યજ્ઞમાળા
રાજકોટના હાલાર સહિત દેશભરના 12 જ્યોતિલિંગ સ્થળોએ સમાંતર દ્વાદશ જ્યોતિલિંગ કોટી રુદ્ર મહાયજ્ઞ યજ્ઞમાળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞ 19 થી 27 તારીખ દરમિયાન યોજાશે. યજ્ઞ દરમિયાન એકસાથે 108 કુંડી હોમાત્મક યજ્ઞમાળા યોજાશે, જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તો ભાગ લેશે. આ ધાર્મિક આયોજનથી આધ્યાત્મિક વાતાવરણ સર્જાશે તેમજ શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણ રહેશે.
📰 રાજકોટ ગ્રામ્ય : “મ્યુલ હંટ” ઓપરેશનમાં 400 કરોડના સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ
Rajkot Rural Police દ્વારા ચલાવવામાં આવેલા “મ્યુલ હંટ” ઓપરેશન હેઠળ દેશવ્યાપી સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ ગેંગ દ્વારા અંદાજે 400 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન ખોટા ખાતાઓ, મની મ્યુલ્સ અને ડિજિટલ ફ્રોડની વ્યાપક જાળ સામે આવી છે. પોલીસ દ્વારા સંકળાયેલા શખ્સોની પૂછપરછ અને કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે. આ ઓપરેશનથી સાયબર ગુનાઓ સામે કડક સંદેશો મળ્યો છે.


