રાજકોટ શહેરમાં રસ્તા કામમાં થયેલી ગેરરીતિ સામે મહાનગર પાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાની .અચાનક તપાસ દરમિયાન વોર્ડ નંબર 11ના ભીમનગર ચોક વિસ્તારમાં કરવામાં આવેલા ડામર રોડના કામમાં નીચી ગુણવત્તા અને નિયમોના ભંગની પોલ ખુલ્લી પડી હતી. તપાસમાં ડામરનું પ્રમાણ ઓછું હોવું અને કામમાં બેદરકારી દાખવાઈ હોવાના પુરાવા મળતા તંત્ર હરકતમાં આવ્યું હતું.
આ મામલે જવાબદાર પ્રદીપ કન્સ્ટ્રક્શનને ડિબાર કરવામાં આવી છે તેમજ સંબંધિત એન્જિનિયરોને શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કરોડોના ખર્ચે થતાં રસ્તા કામમાં ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે. મહાનગર પાલિકાની આ કાર્યવાહીથી અન્ય કોન્ટ્રાક્ટરોમાં પણ ચેતનાનો સંદેશ ગયો છે.


