બુધવાર, ડિસેમ્બર 31, 2025

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 31, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસગિફ્ટ સિટીમાં 1 જાન્યુઆરી 2026થી ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની શરૂઆત

ગિફ્ટ સિટીમાં 1 જાન્યુઆરી 2026થી ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની શરૂઆત


1 જાન્યુઆરી 2026થી ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના


ગુજરાતની ગિફ્ટ સિટીમાં આગામી 1 જાન્યુઆરી 2026ના રોજ ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (IAIRO)ની ઔપચારિક સ્થાપના કરવામાં આવશે. આ સંસ્થા સ્પેશિયલ પર્પઝ વિહિકલ (SPV) તરીકે કાર્યરત રહેશે અને કંપની અધિનિયમ–2013ની કલમ 8 હેઠળ નોન-પ્રોફિટ મેકિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે રચાશે.

IAIRO માટે પ્રથમ પાંચ વર્ષ માટે અંદાજે 300 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આ બજેટમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ખાનગી ભાગીદારોનું સમાન 33.33 ટકા યોગદાન રહેશે.

આ મહત્વના પ્રોજેક્ટમાં ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ (IPA) એન્કર ખાનગી ભાગીદાર તરીકે જોડાયું છે. IPA દ્વારા વર્ષ 2025-26 માટે 25 કરોડ રૂપિયાનું યોગદાન આપવામાં આવશે. IPAમાં સિપ્લા, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા સહિત દેશની 23 જેટલી અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓનો સમાવેશ થાય છે.

IAIROની સ્થાપનાથી ગિફ્ટ સિટીને એઆઈ સંશોધનના રાષ્ટ્રીય હબ તરીકે વિકસાવવા સાથે આરોગ્ય, ફાર્મા અને અદ્યતન ટેકનોલોજી ક્ષેત્રે ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર