દક્ષિણ ગુજરાતના વાંસદામાં ભૂકંપનો આંચકો
દક્ષિણ ગુજરાતના વાંસદામાં ભૂકંપનો આંચકો અનુભવાયો. 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ વાંસદાથી 62 km દુર નોંધાયું. સવારે 9:24 મિનિટ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
મોરબી: સિરામિક ફેક્ટરીમાં ફોર્કલિફ્ટની અડફેટે મહિલાનું મોત
મોરબીમાં આવેલી એક સિરામિક ફેક્ટરીમાં કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ફોર્કલિફ્ટ (લોડર)ની અડફેટે એક શ્રમિક મહિલાનું મોત થયું છે. ફેક્ટરીમાં કામ કરતી વખતે અચાનક લોડર મહિલાને અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાઓ અત્યંત ગંભીર હોવાના કારણે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટનાને પગલે ફેક્ટરીમાં અફરાતફરી મચી ગઈ હતી. મૃતક મહિલાના પતિએ લોડર ચાલક સામે બેદરકારીનો આરોપ લગાવી પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.
બનાસકાંઠા: અંબાજી મંદિર પર 1 જાન્યુઆરીથી નહીં ચઢાવાય 5મીટરથી લાંબી ધજા
બનાસકાંઠા: અંબાજી મંદિર પર ચઢાવાતી ધજાને લઇ મોટો નિર્ણય લેવાયો. મંદિર પર 1 જાન્યુઆરીથી નહીં ચઢાવાય 5મીટરથી લાંબી ધજા. ટેકનીકલ સર્વે બાદ શ્રદ્ધાળુઓની સલામતી માટે લેવાયો નિર્ણય. મંદિર પ્રશાસન, શાસ્ત્રોક્ત અભિપ્રાય અને ટેકનિકલ કન્સલ્ટન્ટની સલાહ બાદ નિર્ણય લેવાયો. લાંબી ધજાઓને કારણે 15 વર્ષ જૂના ધ્વજદંડને નુકસાન થઇ રહ્યુ છે.


