બનાસકાંઠા: કાંકરેજમાં નકલી આર્મી જવાનનો પર્દાફાશ
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં નકલી આર્મી જવાનની ઠગાઈ સામે આવી છે. શિહોરીમાં આ વ્યક્તિએ પોતાને ભારતીય આર્મીના પેરાશૂટ જવાન તરીકે ઓળખ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેને આર્મીમાં નોકરી અપાવવાની લાલચ આપી 2.98 લાખ રૂપિયા ઠગવાના આરોપ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસને કાર્યવાહી હાથ ધરવી પડી અને નકલી આર્મી જવાનને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે આગળની તપાસ શરૂ કરી છે અને સંભવિત અન્ય શિકારોની વિગતો મેળવવાની કોશિશ કરી રહી છે.
રાજકોટઃ 31st ડિસેમ્બર પહેલા આરોગ્ય વિભાગની તપાસ
રાજકોટઃ 31st ડિસેમ્બર પહેલા આરોગ્ય વિભાગની તપાસ ચાલી રહી છે. RMCના આરોગ્ય વિભાગ દ્રારા કેક શોપ પર તપાસ કરવામાં આવી રહી છે. રેફ્યુઝી કોલોનીમાં જય જલારામ બેકરીમાં તપાસ હાથ ધરાઇ. કેક અને અન્ય બેકરી પ્રોડક્ટને લઇને તપાસ હાથ ધરાઇ. છેલ્લા પાંચ દિવસમાં 15 જેટલા નમૂના લેવામાં આવ્યા.જય જલારામ બેકરી ખાતે સ્ટોરેજમાં ગંદકી જોવા મળી. કેકની એક્સપાઇરી ડેટને લઇને પણ નોટિસ આપવામાં આવશે.
ધારાસભ્ય કિરીટ પટેલ વિધાનસભા કોંગ્રેસના દંડક પદેથી આપશે રાજીનામુ
પાટણમાં કોંગ્રેસના કાર્યાલયને તાળાબંધી કરવાના મામલે રાજકીય ગરમાવો વધ્યો છે. આ ઘટનાક્રમ વચ્ચે ધારાસભ્ય કિરીટ પટેલ વિધાનસભા કોંગ્રેસના દંડક પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેઓ આજે બપોરે 3 વાગ્યે પોતાનું રાજીનામું સત્તાવાર રીતે આપશે. પક્ષના સંગઠનમાં થયેલી નિમણૂકોથી કિરીટ પટેલ નારાજ હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને એસસી મોરચાના પ્રમુખપદે જયા શાહને ફરીથી રિપીટ કરાતા વિરોધ ઊઠ્યો છે. આ મામલે કિરીટ પટેલે વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિતના અન્ય અગ્રણીઓ સાથે ચર્ચા અને વાતચીત પણ શરૂ રાખી છે. ઘટનાને પગલે કોંગ્રેસના આંતરિક રાજકારણમાં અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે.


