મંગળવાર, ડિસેમ્બર 30, 2025

ઈ-પેપર

મંગળવાર, ડિસેમ્બર 30, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટ31 ડિસેમ્બરને લઈ રાજકોટમાં આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી, બેકરીઓ પર દરોડા

31 ડિસેમ્બરને લઈ રાજકોટમાં આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી, બેકરીઓ પર દરોડા

31 ડિસેમ્બરના ઉત્સવને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરની અલગ અલગ બેકરીઓ ખાતે આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાની તપાસ કરી હતી.
આ કાર્યવાહીમાં રેફ્યુજી કોલોની વિસ્તારમાં આવેલી જય જલારામ બેકરી ખાતે વિશેષ ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન બેકરીમાં અનહાઇજેનિક કન્ડિશન જોવા મળતા આરોગ્ય વિભાગ દ્વારા બેકરીના માલિકને નોટિસ ફટકારવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરની વિવિધ બેકરીઓમાં સતત ચેકિંગ અભિયાન ચાલી રહ્યું છે. તહેવારો દરમિયાન નાગરિકોના આરોગ્યને જોખમ ન થાય તે માટે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગે બેકરી સંચાલકોને સ્વચ્છતા જાળવવા અને નિયમોનું પાલન કરવા કડક સૂચના આપી છે, નહીતર આગળ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર