જૂનાગઢ: કેશોદના કાલવાણી ગામે યુવકનો આપઘાત
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કાલવાણી ગામે એક યુવકે આત્મહત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકને છેલ્લા કેટલાક સમયથી ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ પરિવારજનોએ કરી હતી. ઘટનાથી પૂર્વે યુવકનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેણે અનિરુધસિંહ જોખીયા નામના શખ્સ સામે ગંભીર આરોપો લગાવ્યા હોવાનું સામે આવ્યું છે. મૃતકના પરિજનો દ્વારા પોલીસ પર બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ કેશોદ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
રાજકોટ: ફરી એકવાર ઝડપાયો નકલી તબીબ
રાજકોટ: ફરી એકવાર નકલી તબીબ ઝડપાયો. મેટોડા GIDC વિસ્તારમાંથી રાજકોટ ગ્રામ્ય SOGએ કાર્યવાહી કરી. કોઈ પણ ડીગ્રી વગર દાંતનાં ડોક્ટર તરીકે વેપલો ચલાવતો હતો. નકલી ડોક્ટરનું દવાખાનું છેલ્લા એક વર્ષથી ધમધમતું હતું.
જામનગરઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારનો વિરોધ
જામનગરઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારનો વિરોધ. શહેરમાં હિન્દુ સેનાએ મોડી રાત્રે વિરોધ પ્રદર્શન કર્યું. બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજ રસ્તા પર દોરીને બાંગ્લાદેશ મુર્દાબાદના નારા લાગ્યા. પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી
સુપ્રીમ કોર્ટ આજે ઉન્નાવ બળાત્કાર કેસ અને અરવલ્લી વિવાદની સુનાવણી કરશે
સુપ્રીમ કોર્ટ આજે ઉન્નાવ બળાત્કાર કેસમાં સીબીઆઈની અપીલ પર સુનાવણી કરશે. આ સુનાવણી ભારતના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેન્ચ દ્વારા કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે અરવલ્લી વિવાદ પર સ્વતઃ નોંધ પણ લીધી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેન્ચ પણ આજે આ મામલાની સુનાવણી કરશે.
આંધ્રપ્રદેશઃ એર્નાકુલમ એક્સપ્રેસમાં આગની ઘટનામાં એકનું મોત
આંધ્રપ્રદેશઃ એર્નાકુલમ એક્સપ્રેસમાં આગની ઘટનામાં એકનું મોત થયુ છે. એર્નાકુલમ એક્સપ્રેસના AC કોચમાં આગથી અફરાતફરી મચી ગઇ. B-1 કોચમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ટ્રેનના અન્ય કોચ પણ આગની ચપેટમાં આવ્યા. જીવ બચાવવા મુસાફરો ટ્રેનમાંથી છલાંગ લગાવી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો.


