બુધવાર, ડિસેમ્બર 24, 2025

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 24, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઅમદાવાદઅમદાવાદ: VS હોસ્પિટલના 40 સ્ટાફ નર્સની મનમાની અને આડોડાઈ

અમદાવાદ: VS હોસ્પિટલના 40 સ્ટાફ નર્સની મનમાની અને આડોડાઈ

અમદાવાદ: VS હોસ્પિટલના 40 સ્ટાફ નર્સની મનમાની અને આડોડાઈ સામે આવી છે. વર્ષ 2016ની બેચના સ્ટાફ નર્સને 1 ડિસે.થી LG અને શારદાબેન હોસ્પિટલમાં ટ્રાન્સફર અપાઈ હતી. મ્યુ. કમિશનરના આદેશ બાદ પણ નર્સિંગ સ્ટાફની આડોડાઈ સામે આવી છે. સ્ટાફ નર્સના ઘરે રજીસ્ટર એડીથી નોટિસ મોકલાઈ પણ સ્વીકારાઈ નથી. 1 ડિસે.થી LG અને શારદાબેન હોસ્પિટલમાં હાજર જ ન થયા. બળજબરીથી VS હોસ્પિટલમાં હાજરી પૂરી રહ્યા છે. મેટર્ન પાસેથી ચોપડો છીનવી બહાર લઈ જઈ હાજરી પૂરવાની ફરિયાદ છે. LG અને શારદાબેન હોસ્પિટલમાં સ્ટાફ નર્સ આઉટસોર્સ કરવા પડે છે. VS હોસ્પિટલમાં કામ ઓછું હોઈ સ્ટાફ નર્સ ત્યાંથી ખસવા તૈયાર નથી.VS હોસ્પિટલની કેટલીક સ્ટાફ નર્સ મ્યુ. કમિશનરના આદેશને ઘોળીને પી ગયા હોય તેવો ઘાટ છે. ઉલ્લેખનીય છે કે VS હોસ્પિટલમાં દર્દી ઓછા હોવાને કારણે દરેક સ્ટાફ નર્સની 3 મહિને તબક્કાવાર ટ્રાન્સફર કરાય છે. અલગ-અલગ યુનિયનોના લીધે હોસ્પિટલના ખસ્તા હાલ થયાના આક્ષેપો ઉઠ્યા છે. મ્યુ. કમિશનર અને મેયરને જ વીએસના કર્મચારી કેમ ગાંઠતા નથી તે મોટો સવાલ ઊઠી રહ્યા છે. તો બીજી તરફ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ કહી રહ્યા છે કે AMC ઓથોરિટી નક્કી કરે તે મુજબ નિર્ણય કરાશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર