બુધવાર, ઓક્ટોબર 22, 2025

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટવેજપર જૂથ સેવા સહકારી મંડળીનું ખેડૂત લક્ષી કાર્ય : કપાસમાંથી રૂ કાઢવા...

વેજપર જૂથ સેવા સહકારી મંડળીનું ખેડૂત લક્ષી કાર્ય : કપાસમાંથી રૂ કાઢવા મશીન વસાવવામાં આવ્યું

વેજપર જૂથ સેવા સહકારી મંડળીનું ખેડૂત લક્ષી કાર્ય : કપાસમાંથી રૂ કાઢવા મશીન વસાવવામાં આવ્યું. મોરબીનાં વેજપરમાં સ્થિત વેજપર જૂથ સેવા સહકારી મંડળી લી. દ્વારા ખેડૂતો લક્ષી સરાહનીય કર્યા કરવામાં આવ્યું છે. જેમાં કપાસ વેચવા જતા ખેડૂતો સાથે અનેક છેતરપિંડીના અબનાવો સામે આવતા વેજપર જૂથ સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતોના હિતાર્થે કપાસ કાઢવાનું મશીન ખરીદવામાં આવ્યું છે. જેનાથી ખેડૂતો પોતાની નજર સામે જ પોતાનો કપાસ ઉતારો થતા જોઈ શકશે.વેજપર જૂથ સેવા સહકારી મંડળી લી. દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વેજપર જૂથ સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂત સભાસદો માટે એક સરાહનીય કામગીરી કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. કપાસ વેચાણ માટે છૂટક વેપારી તથા જિનિંગ મિલમાં ઉતારા કાઢીને ભાવ કરવાની પ્રથા મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી વેપારીઓ દ્વારા અમલમાં લેવામાં આવી છે. ત્યારે ખેડૂતોને ખેડૂતોને પોતાના કપાસના રૂ નો ઉતારો કેટલો છે. તે પોતાની નજર સામે જ જાણ થાય તેવા હેતુથી કપાસમાંથી રૂ નાં ઉતારા કાઢાનું મશીન મંડળી દ્વારા ખરીદી ટોકન ભાવથી ખેડૂતો ઉતારો કાઢી અને ખેડૂત પોતાના કપાસનો ભાવ પોતે નક્કી કરી શકે તેવા આશય સાથે આ મશીનને મંડળી દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર