શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 23, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઆવનારા વર્ષોમાં શિપિગ સેકટરમાં 17000 કરોડથી વધુનો ખર્ચ કરાશેઃ પીએમ મોદી

આવનારા વર્ષોમાં શિપિગ સેકટરમાં 17000 કરોડથી વધુનો ખર્ચ કરાશેઃ પીએમ મોદી

ભાવનગર ખાતે 66 હજાર કરોડના વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને શીલાન્યાસ કર્યા બાદ, જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આઈએનએસ વિક્રાંત પણ ભારતમાં બન્યું છે. હાઈ ક્વોલિટી સ્ટીલ પણ ભારતમાં બન્યુ છે. સામાર્થ્ય છે. કૌશલ્યની કોઈ કમી નથી. જે રાજનિતી ઈચ્છાશક્તિની જરૂર હોય તે હુ દેશવાસીઓને આપવા માંગુ છુ. કાલે મહત્વનો નિર્ણય થયો છે. મોટા જહાજોને ઈન્ફ્રાસ્ટ્રકચરના રૂપે માન્યતા આપી છે. આમ થવાથી મોટા જહાજો બનાવતી કંપનીઓને ફાયદો થશે. સરકારના આ નિર્ણયથી શિપીગ કંપનીઓ પર પડતો બોજ હળવો થશે. સમુદ્રી શક્તિ બનાવવા 3 અન્ય યોજના ઉપર કામ કરાઈ રહ્યું છે. આવનારા વર્ષોમાં 17000 કરોડથી વધુનો ખર્ચ કરાશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર