ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાની નિવૃત્તિ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. આ દરમિયાન તેણે પોતાના ભવિષ્ય વિશે ચાલી રહેલી અફવાઓને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેનો હાલમાં નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો નથી.
ટીમ ઈન્ડિયાના આ ફાસ્ટ બોલરે આગળ કહ્યું, “તમે મને પસંદ ન કરો, પણ હું સખત મહેનત કરતો રહીશ. જો તમે મને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે પસંદ નહીં કરો, તો હું ઘરેલુ ક્રિકેટ રમીશ. હું ક્યાંક ને ક્યાંક રમતો રહીશ”. આ 34 વર્ષીય ખેલાડીએ કહ્યું કે નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય હજુ આવ્યો નથી.
આ દરમિયાન તેણે કહ્યું કે મને હજુ પણ ક્રિકેટ ખૂબ ગમે છે. જે દિવસે મારો ઉત્સાહ ઓછો થશે, હું તેને જાતે છોડી દઈશ. ત્યાં સુધી હું લડતો રહીશ. મોહમ્મદ શમીએ છેલ્લે માર્ચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું હતું, ત્યારબાદ તેને ટીમમાં સ્થાન મળી શક્યું નથી. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 દરમિયાન પણ, તે બોલિંગ કરતી વખતે તેની લય સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.