કડી બેઠક પર ફરી કમળ ખીલ્યું, ભાજપના રાજેન્દ્ર ચાવડાની રેકોર્ડ બ્રેક જીત
કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે ભારે બહુમતી સાથે વિજય પ્રાપ્ત કર્યો છે. આજે મહેસાણાની મેવડ એનજી કોલેજ ખાતે મતગણતરીની શરૂઆત સવારે 8 વાગ્યે થઈ હતી. શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ આગળ દોરી હતી અને અંતે રેકોર્ડ તોડ જીત નોંધાવી.
અન્ય હરીફ ઉમેદવારોની સામે ઠોસ બહુમતી મેળવી ભાજપે કડી બેઠક ફરી પોતાના નામે લીધી છે, જે પક્ષ માટે મોટો રાજકીય લાભ સાબિત થયો છે.