ગુજરાત વિધાનસભાની બે બેઠકો પર થયેલી પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. એક બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી છે જ્યારે બીજી બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય નોંધાયો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ચૂંટણી પરિણામો પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, “આજનો સમય પરિવર્તનનો છે. આગામી સમયમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં વધુ મજબૂત બનીને ઊભરી આવશે.”તેમણે આગળ ઉમેર્યું કે, “જો 2027માં કોઈ પાર્ટી ભાજપને ગુજરાતમાં પડકાર આપી શકે છે તો તે આમ આદમી પાર્ટી છે. કોંગ્રેસ તો એક પણ સીટ જીતી શકી નથી અને કેટલીય જગ્યાએ ડિપોઝિટ પણ બચાવી શકી નથી.”ગુજરાતી રાજકારણને લઈને તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે, “કોંગ્રેસ વારંવાર કહે છે કે ગુજરાતમાં માત્ર બે જ પાર્ટીઓ છે. તો હવે એ વાત સાચી સાબિત થાય છે – ભાજપ અને આમ આદમી પાર્ટી. કોંગ્રેસનું સ્થાન ગુજરાતની રાજકીય સ્પર્ધામાં હવે ક્યાંય દેખાતું નથી.”
ગુજરાતમાં કોંગ્રેસ ક્યાંય નથી, 2027માં ભાજપને આમ આદમી પાર્ટી જ ભારે પડશેઃ AAP MLA
