સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના રાજદૂત અમીર સઈદ ઈરાવાનીએ ત્રણ ઠેકાણાઓ પર વળતો હુમલો કરવાનો સંકેત આપ્યો છે. ઈરાવાનીએ કહ્યું કે અમે પ્રમાણસર જવાબ આપીશું. એટલે કે, અમે અમેરિકાને જેટલું નુકસાન પહોંચાડ્યું છે તેટલું જ નુકસાન પહોંચાડીશું. હવે અમેરિકાના સીરિયા બેઝ પર હુમલો કરવામાં આવ્યો છે.
ઈરાન પર અમેરિકાના હુમલા બાદ સીરિયામાં અમેરિકાના લશ્કરી મથક પર હુમલો કરવામાં આવ્યો છે. ઈરાની મીડિયાએ સોમવારે માહિતી આપી હતી કે સીરિયામાં અમેરિકાના લશ્કરી મથક પર હુમલો કરવામાં આવ્યો છે. સીરિયામાં અમેરિકાના લશ્કરી મથક પર આ હુમલો અમેરિકાના બી-2 બોમ્બર હુમલાના 36 કલાક પછી થયો છે.
હુમલો ઈરાન દ્વારા કરવામાં આવેલો પહેલો હુમલો માનવામાં આવે છે, જે ઈઝરાયલથી અલગ રીતે કરવામાં આવ્યો છે. જોકે ઈરાને આ હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ ઈરાને ચેતવણી આપી હતી કે જો અમેરિકા યુદ્ધમાં કૂદી પડશે તો તે મધ્ય પૂર્વમાં તેના લશ્કરી થાણાઓને નિશાન બનાવશે.