બુધવાર, ફેબ્રુવારી 5, 2025

ઈ-પેપર

બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયદુનિયાભરમાં મંદીનું જોખમ મંડરાઈ રહ્યું છે, ઘણા દેશો દેવાના કળણમાં ફસાઈ શકે...

દુનિયાભરમાં મંદીનું જોખમ મંડરાઈ રહ્યું છે, ઘણા દેશો દેવાના કળણમાં ફસાઈ શકે છે, આઈએમએફના વડાએ આપી ચેતવણી

અત્યારે વિશ્વમાં જે પ્રકારનું વાતાવરણ છે તેના કારણે આગામી સમયમાં વૈશ્વિક અર્થતંત્ર ધીમું પડે તેવી પૂરેપૂરી શક્યતા છે. હવે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ચીફ ક્રિસ્ટાલિના જ્યોર્જીવાએ પણ આ અંગે ચેતવણી આપી છે.

કોરોના બાદથી દુનિયાની મોટાભાગની અર્થવ્યવસ્થાઓ માંગ, મોંઘવારીમાં ઘટાડાનો સામનો કરી રહી છે. સાથે જ તેમના પર દેવાનો બોજ પણ વધી રહ્યો છે. આ ઉપરાંત અત્યારે વિશ્વમાં અસ્થિરતાનો માહોલ છે. જેને જોતા ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)ના ચીફ ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે આવનારા દિવસોમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા ધીમી પડી શકે છે. ભારે દેવાના ચક્કરમાં આખું વિશ્વ અટવાઈ જવાનું જોખમ પણ છે.

Read: કરાર બાદ હવે કાર્યવાહી… LAC પર ભારત-ચીન વચ્ચે ડિસએન્ગેજમેન્ટ શરૂ

વિશ્વની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે ચીનની અર્થવ્યવસ્થા મજબૂત હોવી જરૂરી છે. તેથી ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ ચીનના નેતાઓને વિનંતી કરી હતી કે તેઓ તેમના દેશની સુસ્ત અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે વધુ નિર્ણાયક પગલાં લે. નહીં તો આર્થિક વિકાસ દર વધુ નીચે જવાનું જોખમ છે.

ચિંતા કરવાનો આ સમય છે

આઇએમએફના મેનેજિંગ ડિરેક્ટર જ્યોર્જિવાએ કહ્યું કે હવે ચિંતા કરવાનો સમય આવી ગયો છે. આઇએમએફ અને વર્લ્ડ બેંકની બેઠક દરમિયાન તે પત્રકારો સાથે વાત કરી રહી હતી. તેમણે કહ્યું કે આઈએમએફના અનુમાન મુજબ આ વર્ષે વૈશ્વિક વિકાસ દર 3.2 ટકા રહી શકે છે. આ બિલકુલ ઓછું છે.

કોવિડના દેવા સામે ઝઝૂમી રહેલા દેશો

આ સિવાય ઘણા દેશો કોવિડ-19 મહામારીને પહોંચી વળવા માટે જે લોન લીધી હતી તેની સામે ઝઝૂમી રહ્યા છે. આઈએમએફના જણાવ્યા મુજબ આ વર્ષે દુનિયાભરમાં સરકારનું દેવું 1,00,000 અબજ ડૉલરની ઉપર પહોંચી જશે. આ વૈશ્વિક આર્થિક ઉત્પાદનના ૯૩ ટકાની સમકક્ષ હશે. સાથે જ 2030 સુધીમાં તે 100 ટકા સુધી પહોંચી શકે છે.

વૈશ્વિક અર્થતંત્રમાં નીચા વિકાસ દર અને ઊંચા દેવાના ચક્કરમાં ફસાઈ જવાના જોખમ સામે ચેતવણી આપતાં તેમણે કહ્યું હતું કે, તેનો એક માત્ર અર્થ એ છે કે લોકોની આવકની સાથે નોકરીઓની સંખ્યામાં પણ ઘટાડો થશે. જો કે, આર્થિક પૃષ્ઠભૂમિ સંપૂર્ણપણે નિરાશાવાદી નથી. વિશ્વએ મોંઘવારીને કાબૂમાં રાખવામાં મોટી પ્રગતિ કરી છે.

તેમણે કહ્યું હતું કે ફેડરલ રિઝર્વ અને અન્ય મધ્યસ્થ બેન્કો દ્વારા ઊંચા વ્યાજદર સહિત અન્ય પગલાંઓએ ફુગાવાને અંકુશમાં લેવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. વિકસિત દેશોમાં ફુગાવો આવતા વર્ષે ઘટીને બે ટકાની આસપાસ આવી જશે, જે ઘણી કેન્દ્રીય બેંકોના લક્ષ્યાંકને અનુરૂપ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર