ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયકોણ બનશે દિલ્હીના આગામી સીએમ? કેજરીવાલના ઘરે ચાલી રહી છે બેઠક, સાંજે...

કોણ બનશે દિલ્હીના આગામી સીએમ? કેજરીવાલના ઘરે ચાલી રહી છે બેઠક, સાંજે PACની બેઠક

New Delhi: એકસાઇઝ પોલિસી સાથે જોડાયેલા કથિત ભ્રષ્ટાચારના કેસમાં ગત સપ્તાહે તિહાર જેલમાંથી જામીન પર મુક્ત થયેલા કેજરીવાલે રાજીનામાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ આગામી કેટલાક દિવસોમાં પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરવાના છે અને તેમની પાર્ટીના નેતાને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવશે.

દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ બનશે? હવે આ પ્રશ્નની ચર્ચા સર્વત્ર થાય છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે પોતાના કાર્યકર્તાઓ સામે જાહેરાત કરી હતી કે તેઓ આગામી બે દિવસ બાદ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે મનીષ સિસોદિયા મુખ્યમંત્રી નહીં બને. આવી સ્થિતિમાં પાર્ટીમાં આગામી સીએમને લઇને ચર્ચા તેજ થઇ ગઇ છે.

પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સિસોદિયા આગામી મુખ્યમંત્રીના નામ પર ચર્ચા કરવા માટે કેજરીવાલના આવાસ પર છે. રાઘવ ચઢ્ઢા પણ ત્યાં હાજર છે. કેજરીવાલના રાજીનામા બાદ આ નેતાઓની આ પહેલી બેઠક છે. બેઠક દરમિયાન દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા થઇ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે કેજરીવાલ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. રાજીનામું આપ્યા બાદ નવા સીએમની જાહેરાત કરવામાં આવશે.

આ સાથે જ આજે સાંજે 5.30 વાગ્યે સીએમ આવાસ પર આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેયર્સ કમિટી (પીએસી)ની બેઠક યોજાવાની છે. કેજરીવાલના રાજીનામાની જાહેરાત બાદ સર્જાયેલી સ્થિતિ અને નવા મુખ્યમંત્રીના નામની ચર્ચા કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંહ, દુર્ગેશ પાઠક, આતિશી, ગોપાલ રાય, ઇમરાન હુસૈન, રાઘવ ચઢ્ઢા, રાખી બિડલાન, પંકજ ગુપ્તા અને એનડી ગુપ્તા તેના સભ્યો છે.

આગામી મુખ્યમંત્રીની રેસમાં ઘણા દાવેદાર

કેજરીવાલ, જે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પણ છે, તેઓ તેમની પત્ની સુનિતા સાથે પાર્ટીના કાર્યકરોને સંબોધન કરવા માટે દિલ્હી સ્થિત પાર્ટીના મુખ્યાલય પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે હવે તેઓ મુખ્યમંત્રી અને સિસોદિયા ઉપમુખ્યમંત્રી ત્યારે જ બનશે જ્યારે લોકો કહેશે કે અમે ઈમાનદાર છીએ. સિસોદિયા પણ આ જ આબકારી કેસમાં લાંબા સમય સુધી જેલમાં હતા અને ગયા મહિને જ તેમને જામીન આપવામાં આવ્યા હતા.

કેજરીવાલે સીએમ પદેથી રાજીનામું આપવાની અને દિલ્હી વિધાનસભા ભંગ નહીં કરવાની જાહેરાત કર્યા બાદ આગામી મુખ્યમંત્રીના નામની ચર્ચા તેજ બની છે. આવી સ્થિતિમાં દિલ્હી સરકારમાં મંત્રીઓ આતિશી અને ગોપાલ રાય તેમજ તેમની પત્ની સુનિતા કેજરીવાલના નામ પણ આગામી મુખ્યમંત્રી તરીકે સંભવિત મુખ્યમંત્રી તરીકે માનવામાં આવી રહ્યા છે.

વિધાનસભાની મુદત ક્યારે પૂરી થશે?

વર્તમાન દિલ્હી વિધાનસભાની મુદત આવતા વર્ષે ૨૩ ફેબ્રુઆરીએ સમાપ્ત થાય છે. રાજધાનીમાં વિધાનસભાની ચૂંટણી જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં યોજાય તેવી સંભાવના છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર