સોની ટીવીના ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ની સીઝન 16એ ફરી એકવાર નાના પડદે જોરદાર કમબેક કર્યું છે. અમિતાભ બચ્ચન ફરી એકવાર આ શોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. 24 વર્ષ પહેલા વર્ષ 2000માં આ શોનો પહેલો એપિસોડ ઓન એર થયો હતો
- આ શો દર વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં શરૂ થાય છે કૌન બનેગા કરોડપતિ એ પ્રખ્યાત અમેરિકન શો ‘હૂ વોન્ટ્સ ટુ બી અ મિલિયોનેર’ નું ભારતીય સંસ્કરણ છે. આ શોનો પહેલો એપિસોડ 3 જુલાઈ 2020ના રોજ ઓન એર થયો હતો. સામાન્ય રીતે આ શો જુલાઈ કે ઓગસ્ટમાં જ ઓન એર થતો હોય છે. આજે 24 વર્ષ બાદ પણ અમિતાભ બચ્ચનના શોની લોકપ્રિયતા દર્શકોમાં અકબંધ છે.
- ગુજરાતમાં પણ થયું હતું રેકોર્ડિંગ કૌન બનેગા કરોડપતિનો પહેલો સેટ મુંબઈના ગોરેગાંવમાં આવેલી ફિલ્મ સિટીમાં બનાવવામાં આવ્યો હતો. 5 સિઝન સુધી આ શોનું શૂટિંગ ફિલ્મ સિટીમાં જ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 2012માં કેબીસીનો સેટ ફિલ્મસિટીથી બદલીને યશ રાજ સ્ટુડિયોમાં આવી ગયો હતો. કેબીસીની સીઝન 8ના કેટલાક એપિસોડનું શૂટિંગ પણ ગુજરાતમાં થયું છે. પરંતુ સીઝન 8 બાદ મેકર્સે આ એક્સપેરિમેન્ટ બંધ કરીને કૌન બનેગા કરોડપતિનો સેટ ફરી એકવાર ફિલ્મસિટીમાં શિફ્ટ કર્યો હતો.
- કેબીસીના સ્ટાર પડોશીઓ અમિતાભ બચ્ચનની કેબીસીના સેટની આસપાસ ઘણા વધુ પ્રખ્યાત શો શૂટ કરવામાં આવ્યા છે. કપિલ શર્માના શોનો સેટ અમિતાભ બચ્ચનના સેટની ખૂબ નજીક છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો સેટ પણ તેનાથી 5 મિનિટ દૂર છે.
- અમિતાભ બચ્ચને સંપૂર્ણ તૈયારી સાથે શોની શરૂઆત કરી કેબીસીના દરેક એપિસોડ દરમિયાન સવાલ-જવાબ સેશન શરૂ થાય તે પહેલા અમિતાભ બચ્ચન હોટસીટ પર બેઠેલા સ્પર્ધકોની પ્રોફાઇલ અને તેમના બેકગ્રાઉન્ડ વિશેની તમામ વિગતો વાંચી લે છે. શો શરૂ કરતાં પહેલાં જ અમિતાભ બચ્ચન પોતાની સામે બેઠેલા સ્પર્ધકોને રિલેક્સ કરવાનો ભરપૂર પ્રયાસ કરે છે. આ પણ વાંચો: સંતાનોની મોબાઈલ ગેમિંગની લત શી રીતે છોડાવવી…?
- અમિતાભ બચ્ચનની સ્ટાઇલ ‘એંગ્રી યંગ મેન’ અમિતાભ બચ્ચન પોતાની સ્ટાઇલ માટે પણ જાણીતા છે. કૌન બનેગા કરોડપતિ માટે તેની ડિઝાઇનર પ્રિયા પાટીલ તેના માટે ખાસ કોસ્ચ્યુમ ડિઝાઇન કરે છે. ટીવી9 હિન્દી ડિજિટલ સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું હતું કે અમિતાભ બચ્ચનને સ્ટાઇલની સાથે કમ્ફર્ટ ગમે છે. તેમને વધારે ચટાકેદાર વસ્તુઓ પહેરવાનું પસંદ નથી હોતું, આ વાતોને ધ્યાનમાં રાખીને તેઓ પોતાના લુકને ડિઝાઇન કરે છે. પ્રિયાએ બે વર્ષ પહેલાં અમિતાભ બચ્ચનની ટાઇનો પ્રયોગ કર્યો હતો. ક્યારેક તેમના સૂટ પર અલગ બ્રોચ આપવામાં આવે છે, તો ક્યારેક સૂટની ડિઝાઇનમાં થોડો ટ્વિસ્ટ લાવવામાં આવે છે. સૂત્રોનું માનીએ તો અમિતાભ બચ્ચનના એક સૂટ માટે 10થી 15 લાખનો ખર્ચ થાય છે.
- શાહરૂખ ખાન કેબીસીને પણ હોસ્ટ કરી ચૂક્યા છે કૌન બનેગા કરોડપતિની બે સીઝન હોસ્ટ કર્યા બાદ અમિતાભ બચ્ચને નાદુરસ્ત તબિયતને કારણે શોમાંથી બ્રેક લીધો હતો. આ દરમિયાન તેની ગેરહાજરીમાં શાહરૂખ ખાને શોની ત્રીજી સિઝનને હોસ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.
- બિગ બી સાથે ખાસ સેલ્ફી
કેબીસીમાં સામેલ તમામ સ્પર્ધકોને શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનને મળવાની અને તેમની સાથે વાતચીત કરવાની તક આપવામાં આવે છે. વળી અમિતાભ બચ્ચન ઘણીવાર સ્ટુડિયોમાં હાજર દર્શકો સાથે વાત કરતા જોવા મળે છે. ઘણી વખત શૂટિંગ પૂરું થયા બાદ અમિતાભ બચ્ચન ઓડિયન્સ પાસે જઈને ગ્રુપ સેલ્ફી પણ લે છે. આ પણ વાંચો:Stock Market : રેકોર્ડ વધારા સાથે ખુલ્યુ શેરબજાર, સેન્સેક્સ આજે પણ 82 હજાર પારની સ્થિતિ