શનિવાર, ડિસેમ્બર 21, 2024

ઈ-પેપર

શનિવાર, ડિસેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

HomeબિઝનેસStock Market : રેકોર્ડ વધારા સાથે ખુલ્યુ શેરબજાર, સેન્સેક્સ આજે પણ 82...

Stock Market : રેકોર્ડ વધારા સાથે ખુલ્યુ શેરબજાર, સેન્સેક્સ આજે પણ 82 હજાર પારની સ્થિતિ

ઓપનિંગ બેલ: ભારતીય બેન્ચમાર્ક ઇન્ડેક્સ બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટી 50ની શુક્રવારે જોરદાર શરૂઆત થઇ હતી, જેને ગઇ કાલે રાત્રે અમેરિકામાં જારી કરવામાં આવેલા મજબૂત Q2 જીડીપી ડેટાનો ટેકો મળ્યો હતો.

બીએસઇ સેન્સેક્સ 324.46 પોઇન્ટ અથવા 0.40 ટકાના વધારા સાથે 82,459.07 પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 50 પોઇન્ટ અથવા 0.36 ટકાના વધારા સાથે 25,241.25 પર ખુલ્યો હતો.

સેન્સેક્સ-નિફ્ટી વધારા સાથે ખુલે તેવી શક્યતા
ગિફ્ટ નિફ્ટી વાયદાના ટ્રેન્ડ અને વૈશ્વિક બજારમાં તેજી વચ્ચે ભારતીય બેન્ચમાર્ક ઇન્ડેક્સ બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટી ૫૦ સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે ઊંચા મથાળે ખુલે તેવી શક્યતા છે. અમેરિકામાં જીડીપીના મજબૂત આંકડા જાહેર થયા બાદ મંદીની આશંકાથી ગભરાયેલા રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો છે. સ્થાનિક બજારમાં રોકાણકારોની નજર દેશના જીડીપી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટના ડેટા પર રહેશે, જે આજે બપોર બાદ જાહેર થઇ શકે છે

સવારે 7:40 વાગ્યે ગિફ્ટ નિફ્ટી વાયદો 25,287 પર હતો, જે નિફ્ટી ફ્યુચર્સ કરતા લગભગ 20 પોઇન્ટ વધારે છે. નિફ્ટી વાયદો 25,265.20 પર રહ્યો હતો.

આ પણ વાંચો: મુકેશ અંબાણીની સોલાર બિઝનેસ પર મોટી જાહેરાત, ગુજરાતનું આ શહેર બનશે એનર્જી કેપિટલ

છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજારની ચાલ કેવી રહી હતી?
ગુરુવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટાટા મોટર્સમાં વધારાની પાછળ ભારતીય શેરબજાર એક નવો રેકોર્ડ નોંધાવીને બંધ થયું હતું. 50 શેરના નિફ્ટીએ સતત બીજા દિવસે રેકોર્ડ ઉંચી સપાટી નોંધાવી હતી, જ્યારે 30 શેરના બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સે પણ નવો રેકોર્ડ બનાવ્યો હતો. સેન્સેક્સ 349.05 પોઇન્ટના ઉછાળા સાથે 82,134.61 અને એનએસઇ નિફ્ટી 99.60 પોઇન્ટના વધારા સાથે 25,151.95 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર