શનિવાર, સપ્ટેમ્બર 5, 2026

ઈ-પેપર

શનિવાર, સપ્ટેમ્બર 5, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયગોંડલની હરભોલે સોસાયટીમાં જૂની તકરાર અને માથાકૂટમાં પાડોશીઓ વચ્ચે પાઇપથી મારામારી, દંપતી...

ગોંડલની હરભોલે સોસાયટીમાં જૂની તકરાર અને માથાકૂટમાં પાડોશીઓ વચ્ચે પાઇપથી મારામારી, દંપતી સહિત ત્રણ ઘાયલ

રાજકોટ : ​ગોંડલની હરભોલે સોસાયટીમાં નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે તીવ્ર બોલાચાલી બાદ લોખંડના પાઇપ વડે સામસામે લોહીયાળ મારામારી થતાં એક દંપતી અને સામા પક્ષે એક આધેડ સહીત ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસે બંને પક્ષોના પરસ્પર વિરોધી આક્ષેપોના આધારે ગુનો નોંધીને કાનૂની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

​બનાવની વિગત મુજબ, સોસાયટીમાં રહેતા ભાનુબેન ભરતભાઈ ડાંગર (ઉ.વ.૪૦) પર સાંજના સમયે પાડોશમાં રહેતા રવિ અને તેના પિતા નારણભાઈ સહીતના લોકોએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં ભાનુબેનને હાથના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી. પત્નીને બચાવવા વચ્ચે પડેલા પતિ ભરતભાઈ ડાંગરને પણ માર મારવામાં આવ્યો હતો. ભાનુબેનના જણાવ્યા અનુસાર, તેમની પુત્રી શાળાએ જતી વખતે પાડોશી યુવક રવિ સતત તેની સામે જોતો હોવાથી પતિએ તેને ઠપકો આપ્યો હતો. આ બાબતનું મનદુઃખ રાખી રવિએ પિતા સાથે મળીને આ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

​બીજી તરફ, સામા પક્ષે છૂટક મજૂરી કરતા નારણભાઈ અરજણભાઈ પરમાર (ઉ.વ.૪૫) પણ હાથ ભાંગી ગયાની ઈજાઓ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. નારણભાઈના દાવા મુજબ, ઘરે મહેમાન આવ્યા હોવાથી પુત્ર રવિ દૂધ લેવા ગયો હતો ત્યારે રસ્તામાં ભરતભાઈ અને ભાનુબેને તેને આંતરીને હુમલો કર્યો હતો. પુત્રને છોડાવવા વચ્ચે પડેલા નારણભાઈ પર પણ દંપતીએ પાઇપ વડે ઘા ઝીંકી દીધા હતા. હાલમાં પોલીસ બંને પક્ષોની અલગ-અલગ રજૂઆતો અને આપેલા કારણો ધ્યાને લઈ સત્ય હકીકત બહાર લાવવા વધુ તપાસ ચલાવી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર