ગુરુવાર, નવેમ્બર 5, 2026

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 5, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયદિલ્હીની હવા ઝેરીલી બની, AQI 482 પર પહોંચ્યો, 7 વિસ્તારોમાં પ્રદૂષણ ગંભીર...

દિલ્હીની હવા ઝેરીલી બની, AQI 482 પર પહોંચ્યો, 7 વિસ્તારોમાં પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં

રાજધાનીમાં શ્વાસની તકલીફના દર્દીઓમાં ચિંતાજનક વધારો, પંજાબી બાગ અને નરેલા સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર  

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ફરી એકવાર અત્યંત ચિંતાજનક બની છે. શિયાળાની શરૂઆત પણ નથી થઇ ત્યાંજ આજે ગુરુવારે સવારે 8.01 વાગ્યે દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 482 નોંધાયો હતો, જે ગંભીર શ્રેણીમાં આવે છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા મુજબ, દિલ્હીના સાત મોનિટરિંગ સ્ટેશનો પર AQI 400ને પાર પહોંચી ગયો હતો. રાજધાનીમાં સૌથી ખરાબ સ્થિતિ પંજાબી બાગમાં જોવા મળી હતી.

રાજધાની દિલ્હીમાં દિવાળીના તહેવાર સમયે જ વાતાવરણ ઝેરીલું બન્યું છે. ગુરુવારે દિલ્હીમાં અનેક સ્થળોએ એર ક્વોલિટી ઈન્ડેક્ષ ચારસોને પર કરી ગયો હતો.જેમાં સૌથી ખરાબ સ્થિતિ પંજાબી બાગમાં જોવા મળી હતી, જ્યાં એકયુઆઈ 446 નોંધાયો હતો. આ ઉપરાંત નરેલામાં 434, રોહિણીમાં 431, આર.કે. પુરમમાં 416, બવાનામાં 412, દિલ્હી યુનિવર્સિટી નોર્થ કેમ્પસમાં 408 અને પટપડગંજમાં 405 રહ્યો હતો. જ્યારે ઓખલા ફેઝ-2 અને ઈન્ડિયા ગેટ (399), આઈટીઓ (397), દ્વારકા સેક્ટર-8 (396), ચાંદની ચોક (356) તથા વસુંધરા એન્ક્લેવમાં (330) હવાની ગુણવત્તા ‘અત્યંત ખરાબ’ શ્રેણીમાં રહી હતી. આનંદ વિહાર (293) અને લોધી રોડ (268) વિસ્તારમાં હવા ‘ખરાબ’ શ્રેણીમાં નોંધાઈ હતી.  

જો કે, આશ્ચર્યની વાત એ છે કે, દિલ્હીના પાડોશી રાજ્ય પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પરાળી બાળવાની ઘટનાઓમાં ઘટાડો થયો હોવા છતાં દિલ્હીની હવા ઝેરી બની રહી છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, આ વખતે લગભગ 40 ટકા ડાંગરની પરાળીનો બાહ્ય વ્યવસ્થાપન દ્વારા નિકાલ કરાયો છે. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ પવનની દિશા અને ગતિ સહિત હવામાનની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને મૂલ્યાંકનના આધારે જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે.બીજી તરફ, દિલ્હી એઇમ્સના પલ્મોનરી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સૌરભ મિત્તલે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, વધતા પ્રદૂષણને કારણે શ્વાસના જૂના દર્દીઓની તકલીફો વધી છે, જેથી તેમના ઇન્હેલરના ડોઝ વધારવા પડ્યા છે અને કેટલાકને ઓરલ સ્ટેરોઇડ્સ આપવાની ફરજ પડી છે.  

સંબંધિત સમાચાર

તાજા સમાચાર