બુધવાર, ઓક્ટોબર 14, 2026

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 14, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયએર ઈન્ડિયાની ફ્લાઈટમાં હાઈજેકની અફવા, ફ્રેન્કફર્ટથી દિલ્હી આવતી ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં હાઈજેકની અફવા, ફ્રેન્કફર્ટથી દિલ્હી આવતી ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ

સુરક્ષા એલર્ટ મળતા ફ્લાઈટને ડાયવર્ટ કરાઈ : તમામ મુસાફરો સુરક્ષિત, બોમ્બ સ્ક્વોડ અને સીઆઈએસએફ દ્વારા સઘન તપાસ શરૂ

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : ફ્રેન્કફર્ટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટને સુરક્ષા એલર્ટ મળ્યા બાદ તાત્કાલિક ધોરણે જયપુર એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. વિમાનનું જયપુરમાં સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પ્રાથમિક અહેવાલો મુજબ, ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી અને હાઈજેકની અફવાને પગલે સુરક્ષા એજન્સીઓએ આ ત્વરિત પગલું ભર્યું હતું.જો કે,સુરક્ષા એજન્સીઓની પ્રાથમિક તપાસમાં કશું વાંધાજનક ન મળ્યું હોવાનું અને હાલમાં સઘન તપાસ ચાલુ હોવાનું સામે આવ્યું છે.

ફ્રેન્કફર્ટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બૉમ્બ હોવાની ધમકી અને હાઇજેકની આશંકાએ જયપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્લેન લેન્ડ થતાં જ પ્રોટોકોલ મુજબ વિમાનને તાત્કાલિક આઈસોલેશનમાં લઈ જવામાં આવ્યું હતું. વિમાનમાંથી તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ, સ્થાનિક પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા સમગ્ર વિમાન અને મુસાફરોના સામાનની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રની હદમાં પ્રવેશી રહ્યું હતું, તે જ સમયે એર ટ્રાફિક કંટ્રોલ અને સુરક્ષા એજન્સીઓને એક ગંભીર સુરક્ષા એલર્ટ મળ્યું હતું. કોઈપણ પ્રકારનું જોખમ ન લેતા અને મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને વિમાનને દિલ્હી ઉતારવાના બદલે નજીકના જયપુર એરપોર્ટ પર ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.એરપોર્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, આ મામલો શરૂઆતમાં બોમ્બની ધમકીનો લાગી રહ્યો હતો, પરંતુ વાસ્તવમાં તે હાઈજેકની અફવા હોવાની પણ શક્યતા છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હજુ સુધી હાઈજેક કે બોમ્બ હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર