બુધવાર, જુલાઇ 15, 2026

ઈ-પેપર

બુધવાર, જુલાઇ 15, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયઅમેરિકન હવાઈ હુમલાથી ઈરાનમાં 30 થી વધુ લોકોના મોત

અમેરિકન હવાઈ હુમલાથી ઈરાનમાં 30 થી વધુ લોકોના મોત

બમ્પૂર સૈન્ય મથક પર મિસાઈલ હુમલો થયો હોવાનો સ્વીકાર કરતી ઈરાન સરકાર

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : ઈરાન પર અમેરિકા દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલાઓમાં 30 થી વધુ લોકોના મોત થયા છે. ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આખી રાત ચાલેલા આ અમેરિકન હુમલાઓમાં 260 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈરાની સેનાએ માહિતી આપી છે કે અમેરિકાએ ઈરાનશહરના બમ્પૂર સૈન્ય મથક ગેરિસન પર 13 મિસાઈલો છોડી હતી, જેમાં 388મી બ્રિગેડના 7 સૈનિકોએ જીવ ગુમાવ્યો છે.

ઈરાન સરકારના પ્રવક્તા ફાતેમેહ મોહાજેરાનીએ જણાવ્યું હતું કે, અમેરિકાના હુમલા 30થી વધુ લોકના મૃત્યુ થયા છે ઈરાની સેનાએ અમેરિકાના આ કૃત્યને કાયરતાપૂર્ણ આક્રમકતા ગણાવીને સ્પષ્ટ કહ્યું છે કે યોગ્ય સમયે આનો નિર્ણાયક જવાબ આપવામાં આવશે. સેનાનો આરોપ છે કે અમેરિકાનો મુખ્ય ઉદ્દેશ્ય વધુમાં વધુ જાનહાનિ સર્જવાનો હતો, આથી જ સૈન્ય મથકના ગેસ્ટ હાઉસ, સુરક્ષા ચોકીઓ અને રહેણાંક વિસ્તારોને ખાસ નિશાન બનાવવામાં આવ્યા હતા. જોકે, સેનાએ દાવો કર્યો છે કે તેમની ડિફેન્સ સિસ્ટમને કારણે મોટું નુકસાન અને વધુ જાનહાનિ અટકાવી શકાઈ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર