વડોદરાના કરજણના ભરથાણા ગામે લગ્ન પ્રસંગના વરઘોડામાં બબાલ થઈ છે. એક જ કોમના બે જૂથ વચ્ચે સામસામે થઈ સામાન્ય બોલાચાલી. વરઘોડાની બાબતે બોલાચાલી બાદ ગામ રણભૂમિમાં ફેરવાયુ. ઘટનાની જાણ થતા કરજણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. પોલીસે મામલો શાંત પાડી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો. ઘટના અંગે એટ્રોસિટી અને રાયોટિંગનો ગુનો નોંધવાની તજવીજ.
સુરતમાં, રૂપિયા ન આપતા પુત્રએ પિતા પર કર્યો હુમલો
સુરતમાં, રૂપિયા ન આપતા પુત્રએ પિતા પર કર્યો હુમલો. ઉધનાના અશોક સમ્રાટનગરની ઘટના. કપડા લેવા માટે પુત્રએ માંગ્યા હતા રૂપિયા. અશોક આગલેના 27 વર્ષીય પુત્ર ધીરજ કપડાં લેવા પૈસા માંગી રહ્યો હતો. પુત્ર ધીરજે ચપ્પુ વડે હુમલો કરી 4 ઘા ઝીંકી દીધા. ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયા. ઉધના પોલીસે આરોપી પુત્ર ધીરજની અટકાયત કરી. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
પંચમહાલ: ગોધરામાં એક યુવકે ચેકડેમમાં ઝંપલાવ્યું
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં એક યુવકે મેસરી નદીના ચેકડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. 37 વર્ષીય યુવકે અજાણ્યા કારણોસર ચેકડેમમાં કૂદી જીવન ટૂંકાવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


