રવિવાર, ઓક્ટોબર 13, 2024

ઈ-પેપર

રવિવાર, ઓક્ટોબર 13, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસશેર બજારશેરબજારમાં 'મંગળ'ની શરૂઆત: સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં ‘મંગળ’ની શરૂઆત: સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો

સોમવારે શેર બજારમાં ભારે ઘટાડા બાદ મંગળવારે સારી શરૂઆત થઈ છે. શેરબજારમાં બેન્ક નિફ્ટી સહિત તમામ સેક્ટરમાં બુલિયનની લીલા નિશાન જોવા મળી રહી છે.

ગઇકાલના ભારે ઘટાડા બાદ આજે પણ સ્થાનિક શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત થવાની શક્યતા હતી, જોકે આજે શેરબજારની વાપસીના કારણે રોકાણકારોને રાહત મળી છે. ગઇકાલના ભારે ઘટાડા પર બંધ થયા બાદ આજે ખરીદીની તકો પાછી આવી છે. બેન્ક નિફ્ટીએ આજે શરૂઆતની મિનિટોમાં 205 અંકના ઉછાળા સાથે તેજી બતાવી છે.

સવારે 10.40 વાગ્યે બજાર ઘટ્યું

સવારે 10.40 વાગ્યે બીએસઈ સેન્સેક્સમાં 100 અંકોથી વધુનો ઘટાડો નોંધાયો છે. બીએસઈનો સેંસેક્સ 107.97 અંક એટલે કે 0.13 ટકા ઘટીને 84,191.81 ના સ્તર પર બંધ થયો છે. આ સિવાય એનએસઈનો નિફ્ટી 36.80 અંક એટલે કે 0.14 ટકાના વધારાની સાથે 25,774.05 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ગોળી વાગ્યા બાદ ગોવિંદાનું પહેલું નિવેદન આવ્યું, કહ્યું 

કેવી હતી શેર બજાર ખુલવાની શરૂઆત

બીએસઇનો સેન્સેક્સ આજે ૮૪,૨૫૭.૧૭ની સપાટીએ ખૂલ્યો હતો અને વધારા સાથે શરૂઆત કરી હતી. નિફ્ટીના 50માંથી 38 શેરોમાં તેજી જોવાને મળી રહી છે અને તે 25,788.45 પર કારોબાર કરતો જોવા મળી રહ્યો છે.

કયા શેરો કમાણી કરી રહ્યા છે

ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ, ઈન્ફોસિસ, એલએન્ડટીના શેરમાં તેજી જોવા મળી રહી છે અને તે ટોપ ગેઈનર બનીને રહ્યા છે. સેન્સેક્સના ટોપ ગેઇનર્સમાં એમએન્ડએમના શેર પણ સામેલ છે. સેન્સેક્સના 30માંથી 20 શેરોમાં તેજી જોવા મળી રહી છે અને 10 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એશિયન પેઇન્ટ્સ, ટાઇટન, સન ફાર્મા, એચયુએલ અને જેએસડબ્લ્યુ સ્ટીલ ટોપ લુઝર્સમાં સામેલ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર