મંગળવાર, ડિસેમ્બર 10, 2024

ઈ-પેપર

મંગળવાર, ડિસેમ્બર 10, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસશેર બજારરોકાણકારોએ 5 મિનિટમાં 8 લાખ કરોડની કમાણી કરી

રોકાણકારોએ 5 મિનિટમાં 8 લાખ કરોડની કમાણી કરી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ પહેલીવાર શેર બજાર ખુલ્યું અને સેન્સેક્સ નિફ્ટી બંનેમાં દોઢ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો. બોમ્બે સ્ટોક એક્સચેંજનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ એક હજારથી વધુ પોઈન્ટના વધારા સાથે 80,193.47 પોઈન્ટ પર ખુલ્યો હતો.

કયા શેરોમાં વધારો

નેશનલ સ્ટોક એક્સચેન્જના શેરની વાત કરીએ તો બીપીસીએલના શેરમાં 5.70 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, બીઈએલના શેરમાં 4.68 ટકાની સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ઓએનજીસીના શેરમાં 4.13 ટકાના વધારા સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો. શ્રીરામ ફાઇનાન્સના શેર 3.84 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. એલએન્ડટીના શેરમાં 3.52 ટકાનો વધારો જોવાને મળી રહ્યો છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ પર દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 2.25 ટકાનો વધારો જોવાને મળી રહ્યો છે. ટાટા સ્ટીલના શેરમાં 1.47 ટકા, ટાટા મોટર્સમાં 1.41 ટકા, એસબીઆઇમાં 3.38 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

રોકાણકારોને 8 લાખ કરોડનો ફાયદો

સાથે જ શેર બજારની આ તેજીના કારણે શેર બજારના રોકાણકારોને જબરદસ્ત ફાયદો થયો છે. શેરબજારના રોકાણકારોનો નફો બીએસઈની માર્કેટ કેપ સાથે જોડાયેલો છે. આંકડાઓ અનુસાર શુક્રવારે બીએસઈની માર્કેટ કેપ 4,32,71,052.05 કરોડ રૂપિયા હતી, જે સોમવારે વધીને 4,40,37,832.58 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે બીએસઈની માર્કેટ કેપમાં લગભગ 8 લાખ કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. શુક્રવારે શેર બજારના રોકાણકારોને 7 લાખ કરોડ રૂપિયાથી વધુનો ફાયદો થયો હતો.

શેરબજારમાં બમ્પર ઉછાળો

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ પહેલીવાર શેર બજાર ખુલ્યું અને સેન્સેક્સ નિફ્ટી બંનેમાં દોઢ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો. બોમ્બે સ્ટોક એક્સચેંજનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ એક હજારથી વધુ પોઈન્ટના વધારા સાથે 80,193.47 પોઈન્ટ પર ખુલ્યો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન 1300 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો અને 80407 પોઇન્ટ સાથે દિવસના ઉપલા સ્તરે પહોંચ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ 1900થી વધુ પોઈન્ટના વધારા સાથે 79,117.11 પોઈન્ટ પર બંધ થયો હતો.

તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી પણ ઝડપથી કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી લગભગ ૩૫૦ પોઇન્ટના વધારા સાથે ૨૪,૨૫૩.૫૫ પોઇન્ટની સપાટીએ ખૂલ્યો હતો અને ટ્રેડિંગ સેશન દરમિયાન ૪૨૩ પોઇન્ટ વધીને ૨૪૩૩૦.૭ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. હાલમાં નિફ્ટી 388.80 પોઇન્ટના વધારા સાથે 24,296.05 પોઇન્ટ પર કારોબાર કરી રહ્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર