સોમવાર, ઓગસ્ટ 24, 2026

ઈ-પેપર

સોમવાર, ઓગસ્ટ 24, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયSIR પ્રક્રિયા બાદ દેશના 10 કરોડ નાગરિકો મતદાનના અધિકારથી વંચિત થઈ શકે...

SIR પ્રક્રિયા બાદ દેશના 10 કરોડ નાગરિકો મતદાનના અધિકારથી વંચિત થઈ શકે છે : ચિદમ્બરમ

દેશના પૂર્વ રાજદ્વારી નવદીપ સૂરીના અનુભવ બાદ કોંગ્રેસ નેતાએ વ્યક્ત કરી ચિંતા : આધાર અને ચૂંટણીકાર્ડ આપવા છતાં નાગરિકતા સાબિત કરવામાં મુશ્કેલી

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા માટે ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે, સર પ્રક્રિયા અંગે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સોમવારે તેમણે જણાવ્યું હતું કે આ પ્રક્રિયાને કારણે દેશની 10 ટકા યોગ્ય વસ્તી એટલે કે લગભગ 10 કરોડ લોકો મતદાનના અધિકારથી વંચિત રહી શકે છે. ચિદમ્બરમનું આ નિવેદન પૂર્વ રાજદ્વારી નવદીપ સૂરી દ્વારા પંજાબમાં નાગરિકતા સાબિત કરતી વખતે પડેલી મુશ્કેલીઓ અંગેની પોસ્ટ બાદ આવ્યું છે.

ઇજિપ્ત, યુએઈ અને ઓસ્ટ્રેલિયામાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી ચૂકેલા નવદીપ સૂરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે, તેમણે બૂથ લેવલ ઓફિસરને પોતાનું ચૂંટણીકાર્ડ અને આધાર કાર્ડ જમા કરાવ્યું હતું. અધિકારીએ બધું બરાબર હોવાની ખાતરી આપી હતી, છતાં તેમને મેસેજ મળ્યો કે તેમની વિગતો 2003ના SIR સાથે મેચ થતી નથી.પૂર્વ રાજદ્વારી નવદીપ સૂરીએ સ્પષ્ટતા કરી કે 2003માં તેઓ લંડનમાં પોસ્ટેડ હોવાથી તે સમયની રિવિઝન પ્રક્રિયામાં તેઓ ભાગ લઈ શક્યા ન હતા.જો કે, બુથલેવલ ઓફિસરે તેમને નોટિસ લેવા બોલાવ્યા અને નાગરિકતા સાબિત કરવા માટે પાસપોર્ટ જેવા અન્ય દસ્તાવેજો લાવવા જણાવ્યું હતું.

નવદીપ સૂરીએ સવાલ ઉઠાવ્યો હતો કે, જો ત્રણ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિને નાગરિકતા સાબિત કરવામાં આટલી મુશ્કેલી પડતી હોય, તો સામાન્ય નાગરિકની શું દશા થશે? આ મુદ્દાને ટાંકીને પી. ચિદમ્બરમે કહ્યું કે,અત્યાર સુધીના પરિણામો જોતા એવું લાગે છે કે એસઆઇઆર પ્રક્રિયાના અંતે દેશની 10 ટકા પુખ્ત વસ્તી પાસે નાગરિકતા તો હશે પરંતુ મતદાનનો અધિકાર નહીં હોય. ચૂંટણી પંચે નોન-વોટિંગ સિટીઝન્સની એક નવી જ કેટેગરી ઊભી કરી દીધી હોવાનો પણ તેમને ચોંકાવનારો આરોપ લગાવ્યો હતો.બીજીતરફ એસઆઇઆર આ વિવાદ વચ્ચે, પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારીએ નાગરિકોને ખાતરી આપી છે કે નોટિસ મળવાથી ગભરાવાની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું કે, નોટિસ મળે તો ચિંતા કરશો નહીં. માત્ર તમારી વિગતો ચકાસો, જરૂરી દસ્તાવેજો સબમિટ કરો અને પ્રક્રિયા પૂર્ણ કરો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર