સલમાન ખાનની કો-સ્ટાર ઝરીન ખાનનું નામ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. તાજેતરમાં કોમેડિયન ભારતી સિંઘ અને હર્ષ લિંબાચિયાના પોડકાસ્ટમાં ઝરીને કહ્યું હતું કે એ લગ્ન કરવા નથી માગતી. આ પોડકાસ્ટ બાદ એક સમાચાર વાયરલ થઇ રહ્યા છે કે ઝરીન ખાનનું તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઇ ગયું છે.
અભિનેત્રી ઝરીન ખાને 14 વર્ષ પહેલા સલમાન ખાનની ફિલ્મ ‘વીર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ઝરીન પાસે માત્ર હિન્દી જ નહીં પરંતુ પંજાબી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ છે. સલમાન ખાનની ફિલ્મ ‘રેડી’ના તેના ગીત ‘કેરેક્ટર ઢિલા હૈ’એ મ્યુઝિક ચાર્ટ પર ખૂબ ધૂમ મચાવી હતી. આ દિવસોમાં ઝરીન ખાન તેની ફિલ્મો કરતા તેના અંગત જીવનને લઈને વધુ ચર્ચામાં છે. તેની શરૂઆત તેમના બ્રેકઅપના સમાચારથી થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરસ્પર મતભેદના કારણે ઝરીને પોતાના બોયફ્રેન્ડ અને બિગ બોસના એક્સ કન્ટેસ્ટન્ટ શિવાશીષ મિશ્રા સાથે બ્રેકઅપ કરી લીધું છે. પરંતુ હવે ઝરીનની ટીમે આને લઈને એક નિવેદન જાહેર કર્યું છે.
આ પણ વાંચો: શરદે ઉંચી કૂદમાં તો અજિતે ભાલા ફેંકમાં…
ઝરીનનો એક્સ બોયફ્રેન્ડ શિવાશીષ મિશ્રા વર્ષ 2018માં સલમાન ખાનના બિગ બોસમાં કન્ટેસ્ટન્ટ તરીકે જોડાયો હતો. બિગ બોસ બાદ તેની મુલાકાત ઝરીન ખાન સાથે થઇ હતી અને બંને વચ્ચે મિત્રતા થઇ ગઇ હતી. ધીરે ધીરે આ દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ અને વર્ષ 2021માં બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધું. ઈટાઈમ્સ ટીવીના રિપોર્ટ મુજબ અભિનેત્રી ઝરીન ખાન અને શિવાશીષ મિશ્રા ગત વર્ષે નવેમ્બરમાં લગ્ન કરવાના હતા. પરંતુ કોઇ કારણસર બંનેને એકબીજાથી અલગ થવું પડ્યું હતું. આ સંબંધ બાદ લગ્નને લઈને ઝરીનના દિલમાં કડવાશ આવી ગઈ હતી અને આ જ કારણ છે કે હાલમાં જ ભારતી સિંહના પોડકાસ્ટમાં ઝરીન ખાને કહ્યું હતું કે તે લગ્ન કરવા નથી માંગતી.
ઝરીન ખાને એક નિવેદન જાહેર કર્યું
હવે ઝરીન ખાનની ટીમ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ સમાચારને પૂરી રીતે બકવાસ ગણાવ્યા છે. “પરસ્પર મતભેદોને કારણે ઝરીન ખાન અને શિવાશીષ મિશ્રા વચ્ચે અલગ થવાનો અહેવાલ સંપૂર્ણપણે ખોટો છે. ખરેખર, ઝરીન અને શિવાશીશનું આ વર્ષે માર્ચમાં બ્રેકઅપ થયું હતું. શા માટે બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો? આ પાછળનું કારણ બંને તરફથી જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આ પરસ્પર સંમતિથી લેવામાં આવેલો નિર્ણય હતો.