શનિવાર, ઓગસ્ટ 30, 2025

ઈ-પેપર

શનિવાર, ઓગસ્ટ 30, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છસાબરકાંઠામાં સાબરડેરી સામે ભારે વિરોધ: ટીયરગેસ, પથ્થરમારાના દ્રશ્યો

સાબરકાંઠામાં સાબરડેરી સામે ભારે વિરોધ: ટીયરગેસ, પથ્થરમારાના દ્રશ્યો

સાબરકાંઠા જિલ્લામાં સાબરડેરી સામે પશુપાલકોના વિરોધે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભાવ ઘટાડાની ફરિયાદે પશુપાલકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે, જે આજે ઘર્ષણમાં ફેરવાઈ ગઈ.

પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું, જેમાં પોલીસ દ્વારા ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા. આરોપ છે કે પશુપાલકોએ પથ્થરમારો કર્યો, જેના જવાબમાં પોલીસને કાર્યવાહી કરવી પડી. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના અનેક પશુપાલકો ડેરી ખાતે એકઠા થયા હતા.

વિરોધનું મુખ્ય કારણ ફેટના દરમાં થયેલો ઘટાડો છે. છેલ્લા વર્ષે મુકાયેલા દરની સરખામણીએ આ વર્ષે ફેટના ભાવ રૂપિયા 960 પ્રતિ કિલો પર લાવવામાં આવ્યા છે, જેને લઈને પશુપાલકોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે.

હાલમાં ડેરી આસપાસ પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને હજી વધુ ઉગ્રતા વધી શકે તેવી શક્યતા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર