સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeમનોરંજનરેખાએ વરસાવ્યો જાન્હવી કપૂર પર પ્રેમ, ફેન્સને યાદ આવી શ્રીદેવી

રેખાએ વરસાવ્યો જાન્હવી કપૂર પર પ્રેમ, ફેન્સને યાદ આવી શ્રીદેવી

મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી જાન્હવી કપૂર આ વર્ષે બે ફિલ્મોમાં જોવા મળી છે. ગયા મહિને રીલીઝ થયેલી ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ બાદ હવે તેની આગામી ફિલ્મ ‘ઉલઝ’ પણ રીલીઝ થઈ ચૂકી છે. ઉલઝના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં મુંબઈમાં બોલિવૂડ સિતારાઓનો મેળાવડો જામ્યો હતો અને તેમાં દિગ્ગજ અભિનેત્રી રેખા પણ પહોંચી હતી. રેખાએ જાન્હવી કપૂર પર પ્રેમ વરસાવ્યો. તે જોઈને ફેન્સને શ્રીદેવીની યાદ આવી હતી.

2જી જુલાઈના રોજ ઉલઝ થિયેટર્સમાં રીલીઝ થઈ હતી. આ પહેલા ગુરુવારે મુંબઈમાં તેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી આ દરમિયાન સૌથી વધુ લાઈમલાઈટ દિગ્ગજ અભિનેત્રી રેખાએ મેળવી હતી. રેખા સ્ક્રીનિંગ માટે રેડ કાર્પેટ પર પહોંચી કે તરત જ તે જાહ્નવીનું પોસ્ટર જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ અને પ્રેમ વરસાવતી જોવા મળી હતી. રેખાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેની સ્ટાઈલને પસંદ કરી રહ્યા છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે રેખા કાર્પેટ પર ચાલીને આવે છે તો તેની પાછળ લાગેલા જાન્હવીના પોસ્ટરને કિસ કરે છે. ત્યારબાદ કેમેરા સામે પોઝ આપે છે. એટલું જ નહિ રેખાને મળ્યા બાદ જાન્હવી કપૂર પણ બહાર આવે છે અને બંને પાપારાઝી માટે પોઝ આપે છે. આ દરમિયાન રેખા જાન્હવીને પ્રેમથી ગળે મળીને કિસ કરે છે અને ફિલ્મ માટે અભિનેત્રીને આશીર્વાદ આપે છે.

આ વીડિયો જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે. લોકોને જાન્હવીની માતા અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીની યાદ આવી ગઈ છે. એક યૂઝરે વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે, રેખા જી અને શ્રીદેવી જી ખૂબ સારા મિત્રો હતા, તેથી આ ખૂબ જ સ્વાભાવિક છે. આમ જોઈએ તો રેખા જી તેમના માટે માસી જેવી છે અને ન્હવી માટે મા જેવી છે. અન્ય એક યૂઝરે લખ્યું છે કે રેખા જી શ્રીદેવીજીની જેમ પ્રેમ અને આશીર્વાદ આપવા આવી છે. એ સ્નેહ તેની આંખોમાં દેખાય છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર