સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeમનોરંજનએનિમલ ફિલ્મની ટીકા કરી હતી જાવેદ અખ્તરે, દિકરા ફરહાને આપ્યો જવાબ

એનિમલ ફિલ્મની ટીકા કરી હતી જાવેદ અખ્તરે, દિકરા ફરહાને આપ્યો જવાબ

મુંબઈઃ સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલ પર જાવેદ અખ્તરનું નિવેદન ખૂબ ચર્ચામાં રહ્યું હતું. તેણે ફિલ્મની ટીકા કરી હતી. હવે તેમનો દિકરો ફરહાન અખ્તર કહે છે કે જો કોઈ આવીને તેને કહેશે કે આવી ફિલ્મ ન બનાવ તો તે કહેશે કે તમે મને કહેવાવાળા કોણ છો? દરેક ફિલ્મ નિર્માતાને પોતાની મરજી મુજબ ફિલ્મ બનાવવાનો અધિકાર છે. ફરહાને એ પણ જણાવ્યું કે તેની નજરમાં આલ્ફા મેલ શું છે.

સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલ આજે પણ ઈન્ડસ્ટ્રીના લોકોની વચ્ચે ચર્ચાઓમાં રહે છે. ફરહાન અખ્તરે પણ આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તે કહે છે કે, હું નથી માનતો કે કેટલીક વસ્તુઓ ફિલ્મમાં ન બતાવી જોઈએ. આપણે એવા ફિલ્ડમાં છીએ કે જો કોઈ મને કહે કે, તું આવી ફિલ્મો ન બનાવી શકે, તો હું કહું કે મારે શું બનાવવું અને શું નહીં તે કહેનાર તમે કોણ છો? દેશના કાયદાએ મને અધિકાર આપ્યો છે. મારી પાસે આર્ટિસ્ટિક ફ્રીડમ છે કે હું જે ચાહું તે મારી મરજીથી કરી શકું છું.

શું જોવું અને શું નહીં તે દર્શકોએ નક્કી કરવાનું છે. હું ક્યારેય કોઈ લેખક, ફિલ્મ મેકર કે પ્રોડ્યુસરને એવું નહીં કહું કે યાર આવું ન બનાવો કે આવી ફિલ્મ ન બનાવો. કારણ કે મને નથી લાગતું કે તે યોગ્ય છે અને તે ખતરનાક પણ છે. ફરહાનના પિતા જાવેદ અખ્તરે કહ્યું હતું કે એનિમલ જેવી ફિલ્મોનું સફળ થવું જોખમી છે. તેમણે કહ્યું હતું કે હીરોની ઈમેજને સમજી વિચારીને ક્રિએટ કરવી જોઈએ.

જ્યારે ફરહાનને પૂછવામાં આવ્યું કે શું એ સાચું છે કે સ્ત્રીઓ આલ્ફા મેલ તરફ આકર્ષાય છે? ફરહાને કહ્યું દુનિયામાં અલગ-અલગ પ્રકારના લોકો હોય છે. તે લોકો વિવિધ પ્રકારના લોકો પ્રત્યે આકર્ષાય છે. તેથી મને ખાતરી છે કે કેટલાક લોકો આલ્ફા મેલ તરફ આકર્ષાય છે. ફરહાને આલ્ફા મેલની પોતાની વ્યાખ્યા પણ આપી હતી. તેણે કહ્યું કે આલ્ફા એટલે કે તમે પિરામિડની ટોચ પર રહેવા માંગો છો. આલ્ફા મેલ તે છે જે મોખરે છે. એવા ઘણા લોકો હોય છે જે અન્ય લોકો કરતા વધુ સારી રીતે પરિસ્થિતિનો સામનો કરે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર