સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયસુનિતા વિલિયમ્સ વગર પૃથ્વી પર આવ્યું સ્ટારલાઈનર, જાણો ક્યાં અને કેવી રીતે...

સુનિતા વિલિયમ્સ વગર પૃથ્વી પર આવ્યું સ્ટારલાઈનર, જાણો ક્યાં અને કેવી રીતે ઉતર્યું?

બોઇંગનું સ્ટારલાઇનર અવકાશયાન સુરક્ષિત રીતે ઉતર્યું છે. આ વાહન સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને લઇને સ્પેસ સ્ટેશન પર ગયું હતું, પરંતુ ટેકનિકલ ખામીઓને કારણે તે સમયસર પરત આવ્યું ન હતું. જોકે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને નાસાએ તેને ક્રૂ વગર જ પરત કરવાનો નિર્ણય કર્યો હતો.

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને અંતરિક્ષ સ્ટેશન સુધી લઈ જનાર સ્ટારલાઇનર અવકાશયાન પૃથ્વી પર પાછું ફર્યું છે. થોડા સમય પહેલા જ આ સ્પેસક્રાફ્ટ ન્યૂ મેક્સિકોના વ્હાઇટ સેન્ડ સ્પેસ હાર્બરમાં લેન્ડ થયું હતું. જો કે આ સ્પેસક્રાફ્ટ દ્વારા સ્પેસ સ્ટેશન પર પહોંચેલી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે હવે ત્યાં જ રહેવું પડશે, પરંતુ આ બંને અવકાશયાત્રીઓ હવે નાસાના ક્રૂ 9 મિશનનો ભાગ બનશે અને સ્પેસએક્સની ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા ફેબ્રુઆરી 2025 સુધીમાં પૃથ્વી પર પરત ફરશે.

5 જૂનના રોજ જ્યારે સ્ટારલાઈનર બંને અવકાશયાત્રીઓને લઈને સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા તો ટેક્નિકલ ખામીના કારણે તે સમયસર પરત ફરી શકી નહોતી. નાસાએ સ્ટારલાઇનર બનાવતી કંપની બોઇંગ સાથે મળીને જણાવ્યું હતું કે તેઓ સ્ટારલાઇનરથી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પાછા નહીં લાવે. જો કે બોઇંગને તેના અવકાશયાનમાં વિશ્વાસ હતો કે તે સુરક્ષિત પરત ફરવા માટે સક્ષમ છે, નાસાએ તેના દ્વારા અવકાશયાત્રીઓની વાપસીને ‘જોખમી’ ગણાવી હતી. આખરે, 3 મહિના પછી, બોઇંગનું સ્ટારલાઇનર પૃથ્વી પર સુરક્ષિત રીતે ઉતરવામાં સફળ રહ્યું.

નાસાના જણાવ્યા અનુસાર સ્ટારલાઈનર ભારતીય સમય મુજબ સવારે 3:30 વાગ્યે સ્પેસ સ્ટેશનથી અલગ થઈને અમેરિકાના ન્યૂ મેક્સિકોના વ્હાઈટ સેન્ડ સ્પેસ હાર્બરમાં સવારે 9:32 વાગ્યે લેન્ડ થયું હતું. આ રણ વિસ્તાર છે. સ્ટારલાઈનરના લેન્ડિંગના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લેન્ડિંગ પહેલા જ સ્પેસક્રાફ્ટના 3 પેરાશૂટ ખુલી ગયા હતા અને તે સુરક્ષિત રીતે જમીન પર ઉતરવામાં સફળ રહ્યું હતું.

8 દિવસનું મિશન બદલીને 8 મહિનાનું થઈ ગયું!

સુનિતા વિલિયમ્સનો જન્મ વર્ષ 1965માં અમેરિકામાં થયો હતો, તેમના પિતા દીપક પંડ્યા ભારતીય હતા, જેઓ 1958માં ગુજરાતથી અમેરિકા સ્થાયી થયા હતા. 1998માં નાસાએ સુનિતા વિલિયમ્સને અવકાશયાત્રી તરીકે પસંદ કરી હતી. ત્યાર બાદ તે અનેક વખત સ્પેસ મિશન પર જઈ ચૂકી છે.

વિલિયમ્સ અગાઉ 2006 અને 2012માં અંતરિક્ષમાં પ્રવાસ કરી ચૂક્યો છે. નાસાના જણાવ્યા મુજબ તેમણે અંતરિક્ષમાં કુલ 322 દિવસ વિતાવ્યા છે. જો કે આ વખતે તેમનું મિશન માત્ર 8 દિવસનું જ થવાનું હતું, પરંતુ સ્ટારલાઇનરમાં ટેક્નિકલ ખામીએ તેમના 8 દિવસના મિશનને 8 મહિનામાં બદલી નાખ્યું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર