શનિવાર, ડિસેમ્બર 21, 2024

ઈ-પેપર

શનિવાર, ડિસેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeમનોરંજનડેડપૂલ એન્ડ વુલ્વરિનના અભિનેતાએ રણવીર સિંહના વખાણ કર્યા, જાણો શું કહ્યું?

ડેડપૂલ એન્ડ વુલ્વરિનના અભિનેતાએ રણવીર સિંહના વખાણ કર્યા, જાણો શું કહ્યું?

મુંબઈઃ ‘ડેડપૂલ એન્ડ વુલ્વરિન’ ફિલ્મ રીલીઝ થઈ ત્યારથી જ તેની ચર્ચાઓ થઈ રહી છે. લોકોને આ ફિલ્મ પસંદ આવી રહી છે. આ ફિલ્મમાં ભારતીય મૂળનો અભિનેતા કરણ સોની ટેક્સી ડ્રાઈવર દોપિન્દરના રોલમાં જોવા મળી રહ્યો છે. આ ભૂમિકા ભજવવા માટે અભિનેતા કરણ સોનીને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં દર્શકો તરફથી ખૂબ જ પ્રશંસા મળી રહી છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કરણે રણવીર સિંહના ખૂબ જ વખાણ કર્યા છે અને કહ્યું કે તે રણવીરને માર્વેલ ફિલ્મમાં જોવા ઈચ્છે છે.

કરણ કહે છે કે રણવીર સિંહની પસંદગી તે એટલા માટે કરશે કેમકે રયાન રેનોલ્ડ્સે તેનો ઉલ્લેખ કર્યો હતો. રણવીરે ડેડપૂલ-2ના હિન્દી વર્ઝનમાં રયાનનો અવાજ આપ્યો હતો. કરણને લાગે છે કે રણવીર વિલન તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન કરશે કારણ કે વિલન વધુ મજેદાર હોય છે અને રણવીર પાસે તેના માટે યોગ્ય એનર્જી છે. કરણે એમ પણ કહ્યું કે રણવીર સિંહ હોલીવુડમાં ચમકવાની ક્ષમતા ધરાવે છે. તેણે કહ્યું કે મને લાગે છે કે તે હોલીવુડની કોઈપણ ફિલ્મમાં સારો દેખાવ કરશે. તે એક ફુલ ફ્લેજ્ડ મૂવી સ્ટાર જેવો દેખાય છે. તેથી તે અમેરિકામાં પણ સ્ટાર બની શકે છે.

કરણે પણ રણવીર સિંહની જર્નીનાં વખાણ કરતા કહ્યું કે હું પણ રણવીર સિંહ સાથે કામ કરવા ઈચ્છુ છું. રણવીરે એક અજાણ્યા વ્યક્તિ તરીકે શરૂઆત કરી અને ઘણું બધું મેળવ્યું છે, જે ખાસ કરીને ભારતમાં ઘણું મુશ્કેલ છે. કરણ માને છે કે જો રણવીરને તક મળશે તો તે ભારતીય સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય મંચ પર લાવશે.

કરણ સોનીના આ ઈન્ટરવ્યુના થોડા દિવસો પહેલા રયાન રેનોલ્ડ્સે વાત કરી હતી કે તે રણવીર સિંહ સાથે કામ કરવા માંગે છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે કયા બોલિવૂડ એક્ટર સાથે કામ કરવા માંગે છે, તો રયાને જવાબ આપ્યો, ‘મને ખબર નથી. ઓહ…રણવીર સિંહ અદ્ભુત છે. તેણે હિન્દીમાં ડેડપૂલનો અવાજ આપ્યો છે. તે ખૂબ જ મજાની વ્યક્તિ છે અને ખૂબ જ ફિટ પણ છે.

રણવીર સિંહ અને રેનોલ્ડ્સની વચ્ચે પહેલેથી જ વર્ક રિલેશનશિપ છે. રણવીરે ‘ડેડપૂલ 2’ના હિન્દી વર્ઝનમાં ડેડપૂલનો અવાજ આપ્યો છે. રણવીર સિંહ તેની ટેલેન્ટ અને એનર્જી માટે પ્રખ્યાત છે. તેણે તાજેતરમાં પોતાના મોટા પ્રોજેક્ટની જાહેરાત કરી છે. ડોન ઉપરાંત તે આદિત્ય ધરની આગામી ફિલ્મમાં જોવા મળશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર