સોમવાર, જાન્યુઆરી 26, 2026

ઈ-પેપર

સોમવાર, જાન્યુઆરી 26, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટમોરબી: હળવદ–ઈગોરાળ રોડ પર ચાલતી કારમાં અચાનક આગ, મુસાફરોનો ચમત્કારી બચાવ

મોરબી: હળવદ–ઈગોરાળ રોડ પર ચાલતી કારમાં અચાનક આગ, મુસાફરોનો ચમત્કારી બચાવ

મોરબી જિલ્લાના હળવદ–ઈગોરાળ રોડ પર એક કારમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં રસ્તા પર અફરાતફરી સર્જાઈ હતી. ચાલતી કારમાંથી ધુમાડો નીકળતા જ કારમાં બેઠેલા લોકોએ સમયસૂચકતા દાખવી વાહન રોકી બહાર નીકળી ગયા હતા, જેના કારણે તમામ મુસાફરોનો ચમત્કારી રીતે બચાવ થયો હતો. થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કાર સંપૂર્ણ રીતે આગની ચપેટમાં આવી ગઈ હતી. પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતા જ હળવદ ફાયર બ્રિગેડ અને હળવદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઝડપી કાર્યવાહી કરી ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. ઘટનાને કારણે થોડા સમય માટે રોડ પર વાહનવ્યવહાર અટકી ગયો હતો, જોકે આગ બુઝાવ્યા બાદ સ્થિતિ સામાન્ય બની હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ કારને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર